News of Thursday, 21st May 2026
કુંવરજીભાઇ બાવળિયાએ રેલ્વે દ્વારા મુસાફરી કરીઃ પબ્લિક ટ્રાસપોર્ટના ઉપયોગનો પ્રેરક સંદેશ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ તા.ર૧, પ્રભારી રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ રેલવે દ્વારા મુસાફરી કરી પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપયોગનો પ્રેરકે સંદેશ આપ્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉપયોગ માટે કરવામાં આવેલી અપીલને આવકારી પોરબંદર જિલ્લાના પ્રભારી તથા કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા એ ટ્રેન દ્વારા મુસાફરી કરી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે આયોજિત અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધિવેશનની પૂર્વ તૈયારી બેઠકમાં હાજરી આપવા કુંવરજીભાઈએ રેલવે મારફતે પ્રવાસ કર્યો હતો વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉપયોગ અંગેના સંદેશને જીવનમાં ઉતારી તેમણે સમાજ સમક્ષ સાદગી અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છ.
દિલ્હી ખાતે યોજાયેલી અખિલ ભારતીય કોળી સમાજની રાષ્ટ્રીય મહા અધિવેશન પૂર્વ તૈયારી બેઠકમાં હાજરી આપવા કુંવરજીભાઇએ રેલવેનો ઉપયોગ કરી વડા પ્રધાનના ઉમદા વિચારને અમલમાં મૂકયો હતો.પોરબંદર જિલ્લા કોળી સમાજના રત્ન ડો. ઈશ્વરભાઈ ભરડા, પોરબંદર-રાણાવાવના સેવાકર્મી સમાજશ્રેષ્ઠી રામદેવભાઈ કાગડિયા તથા કુતિયાણા તાલુકા કોળી સમાજના પ્રમુખ શ્રી નારણભાઈ વાઢિયા સહિત આગેવાનોએ શ્રી કુંવરજીભાઈ બાવળીયાને અભિનંદન પાઠવ્યા હતા.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
