તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 23rd May 2026
કોકરોજ પાર્ટીનો માલિક બન્યો સુરેન્દ્રનગરનો યુવક ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ટ્રેન્ડમાર્ક મળ્યો

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૩: હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયેલું એક ડિજિટલ આંદોલન એટલે કોક્રોચ જનતા પાર્ટીનો આંદોલન ત્યારે તાજેતરમાં સુપ્રીમ કોર્ટની એક કથીજ ટિપ્પણી બાદ આ ટ્રેન્ડ સોશિયલ મીડિયા ઉપર રાતોરાત લોકપ્રિય બની ગયું છે ત્યારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંત દ્વારા નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટની અદાલતમાં સુનાવણી દરમિયાન આ વિવાદ પદ ચૂંટણી કરવામાં આવી હતી જેને લઇને આ ટિપ્પણી મામલે સોશિયલ મીડિયા ઉપર કોકરોચ નામનો ટ્રેન્ડ જામ્યો હતો અને યુવા વર્ગ તેમાં સોશિયલ મીડિયાના મારફતથી જોડાતો ગયો હતો.
૧૫ મે ૨૦૨૬ ના રોજ નકલી ડીગ્રી સંબંધિત એક કેસની સુનવણી દરમિયાન એક અતિ ટિપ્પણી કરવામાં આવી હતી કેટલાક લોકો કોકરોચની જેમ સિસ્ટમમાં ઘૂસી જાય છે તે પ્રકારની ટિપ્પણી કરવામાં આવી હતી ત્યારબાદ ૧૬ મેના રોજ જો બધા કોકરોચ એક સાથે આવી જાય તો શું થાય તે પ્રકારની સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવામાં આવી હતી અને જોત જોતા માં યુવા વર્ગ આ ટ્રેન્ડિંગ તરફ વળી ગયો હતો.
આ અંગે અત્યાર સુધી સોશિયલ મીડિયા ઉપર જ આ ટ્રેન્ડ ચાલતો હતો પરંતુ સુરેન્દ્રનગરના યુવક દ્વારા આ અંગે કોકરોચ પાર્ટી રાજકીય પાર્ટી બને તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જે આધારે પોલિટિકલ પાર્ટીમાં ટ્રેન્ડમાર્ક કરવામાં આવ્યું હતું અને તેની એપ્લિકેશન સુરેન્દ્રનગરના યુવક અજીમ આદમ ભાઈ જામ દ્વારા કરવામાં આવી હતી અને આ અંગે પેટન ડિઝાઇન અને ટ્રેન્ડમાર્ક કંટ્રોલર જનરલ નું કાર્યાલય ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રમોશન માટેના વિભાગમાં ઓનલાઈન અરજી કરવામાં આવી હતી અને આ અંગે સુરેન્દ્રનગરના અજીમ નામના યુવકને રજીસ્ટ્રેશન બાદ કોકરોચ પાર્ટીનું ટ્રેન્ડમાર્ક મળ્યું છે.
અત્યાર સુધી સોશિયલ મીડિયા ઉપર કોકરોચ નામથી પોસ્ટ કરવામાં આવી રહી હતી પરંતુ હવે આ એક પેટન ડિઝાઇન અને ટ્રેન્ડમાર્ક કંટ્રોલર જનરલ વિભાગ કાર્યાલયમાં અરજી કરવામાં આવ્યા બાદ તેનો શબ્દ ચેન્જ ની ફાળવણી પણ કરી નાખવામાં આવી છે અને સુરેન્દ્રનગરના યુવકને આ શબ્દ ચીન ફાળવણી કરવામાં આવ્યું છે અને અજીમ આદમભાઈ જામને આ શબ્દ ચીનની ફાળવણી કરવામાં આવતા કોંક્રોચ જનતા પાર્ટી નું રજીસ્ટ્રેશન હવે થઈ ગયું છે અને રાજકીય પાર્ટી તરીકે પણ હવે આ પાર્ટી ગણી શકાય.
ત્યારે રજીસ્ટ્રેશન દરમ્યાન ૪૫ નંબર નો ક્રમાંક પસંદ કરવાનો હોય છે ત્યારે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને હાલના તબક્કામાં આ રજીસ્ટ્રેશન અને ચિન્હ પાસ કરવામાં આવ્યું છે અને તમામ ઓનલાઈન પ્રોસેસ પૂર્ણ કરી અને ત્યારબાદ ટ્રેન્ડમાર્ક પણ ફાળવી દેવામાં આવ્યો છે એટલે સુરેન્દ્રનગરનો યુવક આ પાર્ટીનો ટ્રેન્ડમાર્કનો માલિક બન્યો છે.
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
