<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

આઠ મહિનાથી ઘરેલું હિંસાથી પીડિતાનુ સમાધાન કરાવતી કેશોદ ૧૮૧ અભયમ્‌ મહિલા હેલ્‍પલાઈન ટીમ

અભયમ ટીમના કુશળ કાઉન્‍સિલિંગ દ્વારા પતિ પત્‍નીનું સુખદ સમાધાન કરી તુટતો પરીવાર એક થયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૩: માળીયા હાટીના તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં સાસરે રહેતા એક પરિવારની વહુ પર પતિ અને સાસુ સસરા દ્વારા વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અંતે મહિલા કંટાળીને હતી તેથી આજ રોજ મહિલાને પતિને સમજાવવા માંગતા હોય, તેથી તેમનાં પતિને સમજાવવા માટે મહિલા  અને મહિલાના પિતા કેશોદ ૧૮૧ ઓફિસે આવેલ. તેથી પીડીત મહિલાનું કાઉન્‍સેલિગ કરી મહિલાની સમસ્‍યા જાણતા જાણવા મળ્‍યું કે મહિલાના લગ્નના થોડા વર્ષ સુધી લગ્ન સંસાર સારી રીતે ચાલતો હતો પરંતુ આઠ મહિનાથી પતિ અને સાસુ સસરા કામ બાબતે નાની નાની ભૂલો શોધી મહિલા પર વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવા લાગ્‍યા  અપશબ્‍દો બોલવા લાગ્‍યા હોવાથી મહિલા એ કુટુંબ અને સમાજના આગેવાન દ્વારા સમજાવાના પ્રયત્‍ન કર્યા પરંતુ પતિ સમજવા તૈયાર ન હોય અંતે પીડીત મહિલાને ૧૮૧ મહિલા હેલ્‍પલાઇનની મદદ લેવી જરૂરી સમજી તેથી મહિલાના પતિને ફોન કરીને ૧૮૧ ઓફિસમાં બોલાવી  પીડીત મહિલા અને પિતાની હાજરીમાં બંને પક્ષો વચ્‍ચે થતા ઝઘડાનું કારણ સાસુ સસરા અશિક્ષિત હોય અને જુના રિતી રિવાજ મુજબ પોતાની જીવનશૈલી જીવતા હોય, તેથી પતિને વારંવાર પોતાની પત્‍ની વચ્‍ચે ઝઘડાઓ ઊભા થતા હોય. તેથી પતિને પોતાની જીવનશૈલી મુજબ માર્ગદર્શન આપ્‍યું અને કાયદાકીય માહિતી આપી સમજાવ્‍યા અને બંને પક્ષો વચ્‍ચે થતા ભેદભાવ વગર પત્‍ની સાથે શારીરિક અને માનસિક ત્રાસ બંધ કરી એક બીજાને સમજી સહભાગી થવા માટે સમજાવ્‍યા અને ભવિષ્‍ય અંગે વિચાર કરી સુખ શાંતિથી રહેવા સમજાવતા પતીને એમની ભૂલ સમજાઈ અને બાંહેધરી આપી કે ભવિષ્‍યમાં પત્‍ની સાથે કોઈ વાતને લઈને ખોટાં ઝઘડો નહીં કરી અને શાંતિથી જીવન જીવવા તૈયાર થયા હતા.

 આમ કેશોદ ૧૮૧ અભયમ્‌  મહિલા હેલ્‍પલાઇનના કાઉન્‍સિલર ડાયબેન માવદિયા અને કોન્‍સ્‍ટેબલ ભાવનાબેન પીઠીયાના યથાર્થ પ્રયત્‍ન દ્વારા વધુ એક પરિવારના સમસ્‍યાઓનું નિવારણ કરી સુખદ સમાધાન કરવામાં સફળતા મળી હતી.

(10:45 AM IST)