News of Friday, 17th April 2026
જેતપુર તાલુકા પોલીસે વાહનચોર ત્રિપુટીને ઝડપી લીધી : ચોરાઉ પાંચ બાઇક કબ્જે
અવાવરૂ જગ્યાએ પડેલ બાઇક ડાયીસ્ટ કરી ચોરી કરી જતા : સાયલા, જસદણ, ચોટીલા તથા જુનાગઢમાંથી બાઇક ચોરી કર્યાની કબુલાત તસ્વીરમાં પકડાયો વાહન ચોર ત્રીપુટી (નીચે બેઠા) સાથે ચોરાઉ બાઇક નજરે પડે છે.

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૧૭: જેતપુર તાલુકા પોલીસે દેવકી ગાલોલ ચેકપોસ્ટ ખાતેની વાહનચોર ત્રિપુટીને પકડી પાડી પૂછતાછ કરતા ૫ બાળકો ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. પોલીસે ચોરાઉ પાંચ બાઇક કબ્જે કર્યા છે.
રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તથા જેતપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર.એ.ડે.ડીયાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એલ.આહિર જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ સાથે દેવકી ગાલોલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગની કામગીરીમા હતા તે દરમ્યાન જેતપુર તરફથી ત્રણ ઇસમો પોત પોતાના હવાલાવાળા મોટરસાયકલ સાથે શંકાસ્પદ હાલતમાં નીકળતા મળી આવેલ જેમની તપાસ કરતા મોટરસાયકલ ચોરી કરેલાનુ જણાઇ આવેલ ત્રણેય આરોપીઓ (૧) રોહિત ઉર્ફે વિક્રમ ગોરધનભાઇ બોરાણીયા ઉ.૧૯ રહે.નડાણા તા.સાયલા જિ.સુરેન્દ્રનગર (૨) દર્શન ભરતભાઇ ૨.જપરા ઉ.વ.૨૦ રહે. થોરીયાળી ગામ તા. વંછીયા જે.રાજકોટ (૩) અંકિત નાગરભાઈ બોરાણીયા ઉ.વ.૨૦ રહે.નડાણા ગામ તા.સાયલા જિ.સુરેન્દ્રનગરને ચોરાઉ ૫ બાઇક કિ.૨ લાખ સાથે ઝડપી લીધા હતા. પકડાયેલ આરોપીઓ અલગ અલગ, ગામોમા તથા શહેરોમા ૨.ત્રીના સમયે રખડીને અવાવરૂ જગ્યાએ પડેલ મોટરસાયકલ ડાયરેક્ટ કરી ચોરી કરી ઓછી કિંમતમા વેંચાણ, કરવાની એમ.ઓ. ધરાવે છે. પકડાયેલ આરોપીએ આજથી આશરે પચીસેક દિવસ પહેલા સાયલા ટાઉન વિસ્તારમાં રાત્રીના રામયે અવાવરૂ જગ્યાએ પહેલ હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ રજિ.નં. GJ-૧૩ PP-૮૦૩૨ વાળુ ડાયરેક્ટ કરી ચોરી કરી તેની નંબર પ્લેટ કાઢી નાખેલ હતી. તથા આજથી આશરે પંદરેક દિવસ પહેલા ત્રણેય આરોપીઓએ જસદણ, તાલુકાના નવાગામ ખાતેથી રાત્રીના સમયે અવાવરૂ જગ્યાએ પડેલ હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ રજિ.નં. GJ૦૩-NL ૯૨૦૫ વાળુ ડાયરેક્ટ કરી ચોરી કરી તેની નંબર પ્લેટ કાઢી નાખેલ હતી. અને આજથી આશરે એકાદ મહિના પહેલા ત્રણેય આરોપીઓએ ચોટીલા તાલુકાના નાના પાળીયાદ ખાતેથી રાત્રીના સમયે અવાવરૂ જગ્યાએ પડેલ હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ રજિ.નં. GJ-૧૩-BA-૦૧૭૫ વાળુ ડાયરેક્ટ કરી ચોરી કરી તેની નંબર પ્લેટ કાઢી નાખેલ હતી.
તેમજ ગત તા.૧૫/૦૪/૨૦૨૬ ના ત્રણેય આરોપીઓએ જુનાગઢ શહેરથી રાત્રીના સમયે અવાવરૂ જગ્યાએ પડેલ હોન્ડ, કંપનીનુ કાળા કલરનું સાઇન મોટરસાયકલ રજિ.નં. GJ-૧૧-CS-૨૬૭૬ વાળુ ડાયરેક્ટ કરી ચોરી કરેલ છે. તથા આજથી આશરે વિરસેક દિવસ પહેલ. ત્રણેય આરોપીઓએ સાયલા તાલુકાના થોરીયાળી ખાતેથી રાત્રીના રામયે અવાવરૂ જગ્યાએ પડેલ હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ રજિ.નં. GJ-૧૩-RR-૮૯૮૪ વાળુ ડ.યરેક્ટ કરી ચોરી કરી તેની નંબર પ્લેટ કાઢી નાખેલ હતી. કામગીરી જેતપુર તાલુકાના પીઆઇ એમ.એલ.આહિર, પીએસઆઇ બી.ડી.ઝાલા, એએસઆઇ ભુરાભાઈ માલીવાડ, UHC અજીતભાઇ ગંભીર, UIIC મનેશભાઈ જોગરદિયા, PC પ્રદ્યુમનસિંહ વાઘલા સહિતના સ્ટાફે કરી હતી.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
