<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

પ્રોહીબીશનના ગુન્હાના નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડ

બાતમીના આધારે ગુલાબનગર આહીર સમાજની વાડી પાસેથી દબોચી લેવાયો

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ તથા જામનગર જીલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની (IPS) નાઓ દ્રારા વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર વી.બી.ચૌધરીનાઓના માર્ગદર્શન મુજબ એસ્કોન્ડર/પેરોલ ફર્લો સ્ક્વોડના I/C પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.ભાટીયા તથા સ્ટાફ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા.

  દરમ્યાન સ્ટાફના ગોવિંદભાઇ ભરવાડ, સલીમભાઈ નોયડા, હાર્દિકભાઇ ભટ્ટ, દિલીપસીંહ જાડેજાનાઓને મળેલ બાતમી હકિકત મુજબ જામનગર સીટી.બી.ડિવિઝન પો.સ્ટે. ૧૧૨૦૨૦૦૯૨૬૧૨૧૯/૨૦૨૬ પ્રોહિબિશન કલમ, ૬૫ (એ)(એ), ૧૧૬(બી), ૮૧ મુજબના ગુનામાં ફરારી નાસતા-ફરતા આરોપી- લાલજીભાઇ ઉર્ફે લાલો ભાનુશાળી નરશીભાઇ મંગે )રહે.દિ. પ્લોટ શેરી નં.૫૪ વિશ્રામવાડી જામનગર વાળો ગુલાબનગર આહીર સમાજવાડી, પાસે )હાજર હોવાની બાતમી હકીકત મળતા સદરહું જગ્યાએ તપાસ કરતા મજકુર આરોપી ત્યાં હાજર મળી આવેલ હોય જેને પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા જામનગર સીટી બી ડીવી. પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.
   આ કામગીરી એમ્સ્કોન્ડર/પેરોલ ફર્લો સ્કવોડના I/C પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.ભાટીયા તથા એ.એસ.આઇ. ગોવિંદભાઇ ભરવાડ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, સુરેશભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા મહિપાલભાઇ સાદિયા, હાર્દિકભાઇ ભટ્ટ, તથા પો.કોન્સ. દિલીપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા તથા એલ.સી.બી.ના હેડ કોન્સ.નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ બંળવતસિંહ પરમાર નાઓ દ્રારા કરવામાં આવેલ છે.

(12:09 AM IST)