તા. ૧૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૫ શુક્રવાર
News of Wednesday, 24th June 2026
ગાયત્રી સંસ્કારધામ - ચલાલા ખાતે વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી
પ.પૂ.સંતશ્રી ડૉ.રતિદાદા,મહાવીરબાપુ, ધારાસભ્ય જે.વી.કાકડિયા ની પ્રેરક ઉપસ્થિતી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ તા.ર૪, ચલાલા સ્થિત ગાયત્રી સંસ્કાર ધામ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ગાયત્રી સંસ્કાર ધામના શિલ્પી પ.પૂ.સંત ડૉ. રતિદાદાની પાવન ઉપસ્થિતિ તથા ભારત ભૂષણ મહેશભાઈ મહેતાની આગેવાની હેઠળ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી જે.વી. કાકડિયા,દાન મહારાજની જગ્યાના લઘુ મહંત મહાવીરબાપુ, પાલિકાના પ્રમુખ જયરાજભાઈ વાળા,ચલાલા પોલીસ સ્ટેશન ના PSI શ્રીગઢવી, ઉદયબાપુ, મહેન્દ્રભાઈ સાદરાણી, પ્રકાશભાઈ કારીયા, ભયલુભાઈ, હિમતભાઈ દોંગા, પોલીસ સ્ટાફ,હોમગાર્ડ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહયા હતા.
ગાયત્રી સંસ્કાર વિદ્યાલય, સંસ્કળત શક્તિ ગુરુકુળ, રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલ અને હરિબા મહિલા કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સ્ટાફગણે પણ ઉત્સાહપૂર્વક યોગાભ્યાસ કર્યો હતો. સરકારશ્રી દ્વારા નિર્ધારિત ગાઈડલાઈન મુજબ યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
યોગ નિષ્ણાત ડૉ. દેવકુભાઈ વાળા,હેતલબેન રામાણી,ઉદયભાઈ વાળાના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત સૌએ વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનનો અભ્યાસ કર્યો હતો. સાથે જ નિયમિત યોગ દ્વારા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પ.પૂ.સંતશ્રી ડૉ. રતિદાદાએ પોતાના આશીર્વચનમાં યોગને ભારતીય સંસ્કળતિની અમૂલ્ય ભેટ ગણાવી દરેક વ્યક્તિએ રોજિંદા જીવનમાં યોગ અપનાવવો જોઈએ તેવી પ્રેરણા આપી હતી.ં આયોજન ભારત ભૂષણ મહેશભાઈ મહેતા, શીતલબેન મહેતા તથા સ્ટાફગણ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
