News of Friday, 24th April 2026
ભૂતપૂર્વ ગૃહમંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીની પ્રેરણાથી 'નેચર ફર્સ્ટ' સંસ્થાની નિર્દોષાનંદજી હોસ્પિટલની મુલાકાત
ગાંધીનગર સચિવાલયના 50 નિવૃત્ત અધિકારીઓએ હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિઓ નિહાળી વૃક્ષારોપણ કર્યું

ટીંબી: સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ ખાતે તાજેતરમાં એક વિશેષ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના પૂર્વ ગૃહમંત્રી અને ભાવનગરના વતની શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત 'નેચર ફર્સ્ટ' સંસ્થાના સભ્યોએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
સેવાકીય કાર્યોની સમીક્ષા:
નેચર ફર્સ્ટ સંસ્થાના પ્રમુખ શ્રી એન પી પટેલ સાહેબ તેમજ ગાંધીનગર સચિવાલયના આશરે 50 જેટલા નિવૃત્ત અધિકારી ભાઈઓ અને બહેનોની ટીમે હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ હોસ્પિટલમાં ચાલતી સંપૂર્ણ નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાઓ વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી અને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા માનવસેવાનાં કાર્યોથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા.
વૃક્ષારોપણ અને પ્રસાદ ગ્રહણ:
પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે મુલાકાતી મહાનુભાવો દ્વારા હોસ્પિટલના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ સભ્યોએ ગુરુકૃપા અન્નક્ષેત્રમાં ખૂબ જ ભાવપૂર્વક ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
આ મુલાકાત સમયે સંસ્થાના અગ્રણીઓ અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નિવૃત્ત અધિકારીઓએ હોસ્પિટલની નિ:શુલ્ક સેવા યજ્ઞની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે અંતરિયાળ વિસ્તારમાં આ પ્રકારની અત્યાધુનિક અને સેવાભાવી હોસ્પિટલ ખરેખર વરદાનરૂપ છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
