તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Thursday, 1st October 2026
ખંભાળિયાના કિશોરભાઈ લાલના અકસ્માતે અવસાનથી વ્યથિત છું : પરિમલભાઈ નથવાણી
બેઠકજી રોડ પર બેફામ વાહનો પર નિયંત્રણ લાવવા વહીવટી તંત્રને અપીલ કરતા રાજ્યસભા સાંસદ

જામનગર : રાજયસભાના સાંસદ પરિમલભાઇ નથવાણીએ તેમના ખાસ મિત્ર સ્વ. કિશોરભાઇ લાલને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. તસ્વીરમાં કિશોરભાઇ લાલ સાથે પરિમલભાઇ નથવાણી નજરે પડે છે. (તસ્વીર : મુકુંદ બદિયાણી -જામનગર)
બેઠકજી રોડ પર બેફામ વાહનો પર નિયંત્રણ લાવવા વહીવટી તંત્રને અપીલ કરતા રાજ્યસભા સાંસદ
(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧: ખંભાળિયાના મારા વર્ષો જૂના મિત્ર અને અત્યંત સરળ સ્વભાવના વ્યક્તિ કિશોરભાઈ લાલના માર્ગ અકસ્માતમાં થયેલા આકસ્મિક અવસાનથી ભારે વ્યથિત છું, તેવી લાગણી રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ વ્યક્ત કરી છે.
તેમણે જણાવ્યું હતું કે, બેઠકજી રોડ પર ચાલતા જતા કિશોરભાઈને સ્થાનિક વેપારીની કારે હડફેટે લેતાં આ કરુણ ઘટના બની હતી. ભગવાન દ્વારકાધીશ તેમના પવિત્ર આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના તેમણે કરી હતી.
સાથે જ તેમણે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બેઠકજી રોડ પર જે રીતે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો બેફામ ગતિએ દોડી રહ્યા છે તે અત્યંત ગંભીર ચિંતાનો વિષય છે.
સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રને અપીલ કરતા તેમણે જણાવ્યું હતું કે, બેઠકજી રોડ પર બેફામ દોડતા વાહનોની ગતિ પર તાત્કાલિક અને કડક નિયંત્રણ લાવવામાં આવે તથા જરૂરી સ્થળોએ સ્પીડ બ્રેકર, સાઇનેજ અને અન્ય માર્ગ-સલામતીનાં પગલાં લેવામાં આવે.
ખંભાળીયા
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : રાજય સભાના સાંસદ તથા રિલાયન્સના પરિમલ નથવાણીના કિશોરભાઇ લાલ ખાસ મિત્ર થતા હોય તેમણે બનાવની જાણ થતા જ જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાને તુરત આવા અકસ્માત કરનારા સામે કડક પગલા લેવા જણાવ્યું હતું તો લંડનથી જગદીશ ગણાત્રા તથા લોહાણા મિત્ર મંડળ લંડનમાં પણ શોકની લાગણી ફેલાઇ છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
