News of Friday, 19th June 2026
ગોંડલ શ્રીનાથગઢ પાસે હિટ એન્ડ રનમાં ઘવાયેલા હિરેનભાઇ ખાખનીયાનું મૃત્યુ
યુવાનનું રાજકોટ સારવારમાં મૃત્યુ થતાં પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૧૯: ગોંડલના સુલતાનપુર નજીક શ્રીનાથગઢ ગામે રહેતાં હિરેનભાઇ જયેશભાઇ ખાંખનીયા (ઉ.વ.૩૨) નામના યુવાનનું હિટ એન્ડ રનના બનાવમાં ગંભીર ઇજા થવાથી મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છ.ે
જાણવા મળ્યા મુજબ શ્રીનાથગઢ ગામે રહેતાં હિરેનભાઇ જયેશભાઇ ખાખનીયા (ઉ.વ.૩૨) તા. ૪/૬ના રાતે દસેક વાગ્યે મોટરસાઇકલ હંકારીને જતાં હતાં ત્યારે શ્રીનાથગઢ મોવૈયા રોડ પર નાયરાના પંપ પાસે પહોંચતા અજાણ્યા વાહને મોટરસાઇકલને ઠોકરે ચડાવી દીધુ હતું અને તે ભાગી ગયો હતો.
હિરેનભાઇને માથા, શરીરે ગંભીર ઇજાઓ થઇ હોઇ ગોંડલ સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
તેમનું મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે. બનાવની જાણ થતાં ગોંડલ તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
