<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

થાનના ખાખરાથરના હીરાભાઇ પર કપુરવાઇ ગામે છરીથી હુમલો

વેવાઇને પાડોશી સાથે માથાકુટ હોઇ હીરાભાઇ ત્‍યાં જતાં ઝઘડો કરવા આવ્‍યાનું સમજી ઘા ઝીંકાયાઃ રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૨: ચોટીલાના થાનગઢ પાસેના ખાખરાથરમાં રહેતાં યુવાન નજીકના કપુરવાઇ ગામે વેવાઇના ઘરે ગયો ત્‍યારે વેવાઇને પાડોશી સાથે માથાકુટ થઇ હોઇ પાડોશીએ ખાર રાખી છરીથી હુમલો કરી વાંસામાં ગંભીર ઇજા પહોંચાડતાં સારવાર માટે રાજકોટ ખસેડાયેલ છે.

જાણવા મળ્‍યા મુજબ થાનના ખાખરાથર ગામે રહેતાં હીરાભાઇ કરસનભાઇ રંગપરા (ઉ.વ.૩૨) નામના યુવાન નજીકના કપુરવાઇ ગામે હતાં ત્‍યારે વેવાઇ મુકેશભાઇના પાડોશી જગાભાઇ સહિતે ઝઘડો કરી હીરાભાઇ પર છરીથી હુમલો કરી વાંસામાં ઘા મારી દેતાં લોહીલુહાણ થઇ જતાં દેકારો મચી ગયો હતો. બીજા લોકો ભેગા થઇ જતાં હુમલો કરનારા ભાગી ગયા હતાં.

હીરાભાઇને થાન સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં થાન પોલીસને જાણ કરવામાં આવી છે. હીરાભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ છે. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. સગાના કહેવા મુજબ હીરાભાઇના વેવાઇ મુકેશભાઇને પાડોશી સાથે માથાકુટ થઇ હોઇ હીરાભાઇ વેવાઇના ઘરે ગયા ત્‍યારે પાડોશીએ આ ઝઘડો કરવા આવ્‍યા છે એવુ સમજીને હુમલો કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(10:59 AM IST)