<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

ટંકારાના ગજડીના હીરાભાઇ જારીયાનું રાજકોટમાં હૃદય બેસી જતાં મૃત્‍યુ

ગાડીના ફેરા કરવા આવેલા આધેડ ગોંડલ રોડ બોમ્‍બે હોટેલ પાસે ગેરેજ નજીક ઉભા હતાં ત્‍યારે બનાવઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૩: હૃદય રોગના હુમલાથી ટંકારના ગજડી ગામના આધેડનું રાજકોટમાં મૃત્‍યુ થયું છે. પોતે ડ્રાઇવીંગ કરતાં હોઇ ટેન્‍કર ખાલી કરવા માટે રાજકોટ આવ્‍યા ત્‍યારે ગોંડલ રોડ બોમ્‍બે હોટેલ નજીક ગેરેજ પાસે ઉભા હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ ગજડી ગામના હીરાભાઇ લાખાભાઇ જારીયા (ઉ.વ.૪૮)  રાજકોટમાં ગોંડલ રોડ બોમ્‍બે હોટેલ નજીક બોમ્‍બે ગેરેજ પેટ્રોલ પંપ પાસે હતાં ત્‍યારે એકાએક બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. બનાવની જાણ થતાં ભક્‍તિનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું. હાર્ટએટેકથી મૃત્‍યુ થયાનું બહાર આવ્‍યું હતું. તેઓ મિત્ર સાથે રાજકોટ ટેન્‍કર ખાલી કરવા આવ્‍યા હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

મૃત્‍યુ પામનાર હીરાભાઇ છુટક ડ્રાઇવીંગ કરતાં હોઇ ગાડી લઇને રાજકોટ આવ્‍યા હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. તે અપરિણીત હતાં અને પાંચ બહેનના એકના એક મોટા ભાઇ હતાં. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. 

(11:34 AM IST)