News of Friday, 19th June 2026
મોરબી પોલીસ મંજૂરી ન મળતાં હળવદના ખેડૂતોનું આંદોલન હાલ પૂરતું મોકૂફ રખાયું
બ્રાહ્મણી ડેમ-2માંથી પિયત માટે પાણી છોડવાની માગ સાથે ધનાળા, પ્રતાપગઢ, સૂરવદર, ધુળકોટ અને મયુરનગર સહિતના 10થી વધુ ગામોના ખેડૂતો આ આંદોલનમાં જોડાવાના હતા

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં પિયતના પાણી માટે ખેડૂતો દ્વારા કરવામાં આવનારું આંદોલન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે. તંત્ર દ્વારા આંદોલનની મંજૂરી ન આપવામાં આવતાં ખેડૂતોએ આ નિર્ણય લીધો છે. બ્રાહ્મણી ડેમ-2માંથી પિયત માટે પાણી છોડવાની માગ સાથે ધનાળા, પ્રતાપગઢ, સૂરવદર, ધુળકોટ અને મયુરનગર સહિતના 10થી વધુ ગામોના ખેડૂતો આ આંદોલનમાં જોડાવાના હતા. જોકે, આ દરમિયાન સ્થાનિક ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ ખેડૂતો માટે પાણી છોડવાની સત્તાવાર જાહેરાત કરી દેતાં ખેડૂતોને મોટી રાહત મળી છે
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
