News of Tuesday, 28th July 2026
કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગુરૂપુર્ણિમા પર્વની ભવ્યતાથી ઉજવણી
વિવિધ ધાર્મિક જગ્યાઓમાં જઇને ગુરૂજીના આશિર્વાદ શિષ્યો પ્રાપ્ત કરશેઃ ધુન, ભજન, કિર્તન સહિતના કાર્યક્રમો

રાજકોટ તા. ર૮: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કાલે ગુરૂપુર્ણિમા પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં ગામે ગામ વિવિધ ધાર્મિક જગ્યાઓમાં જઇને ગુરૂજી પાસેથી શિષ્યો આશિર્વાદ પ્રાપ્ત કરશે. આ ઉપરાંત ધુન, ભજન, કિર્તન સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
જામ નગરમાં કાશીવિશ્વનાથ રોડ ખાતે શ્રીમનહરલાલજી મહારાજ સ્થાપિત સેવાસંસ્થા ગીતા વિદ્યાલય- ગીતા મંદિરમર્મા અષાઢ સુદ પૂનમને બુધવાર તા.૨૯ જુલાઇના રોજ સવારે ૯-૦૦ થી ૧૧-૦૦ દરમ્યાન ભાવસભર વાતાવરણમાં શ્રદ્ધાભક્તિપૂર્વક ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે. ધૂપ-દીપ અને પુષ્પોની સુવાસથી મહેકતા ગીતા વિદ્યાલયના પ્રાર્થનાસત્સંગ સભાખંડમાં ભગવદ્દગીતાના અધ્યાય ૧૨ અને ૧૫ના સામુહિક ગીતાપાઠ થશે. સ્તોત્રગાન થશે. ભક્તિસંગીત સાથે ગુરુમહિમાના પદો રજુ થશે. સંસ્થાની વર્ષભરની પ્રવળત્તિઓનો અહેવાલ તથા આગામી આયોજનોની માહિતી રજુ થશે.ગુરુમહિમા વિષે પ્રેરક ઉદબોધન થશે. વિશ્વગુરુ ભગવદ્દગીતા, શ્રીકળષ્ણપરમાત્મા તથા સદ્દગુરુદેવનું મંત્રોચ્ચાર સાથે પૂજન અર્ચન થશે. હાર્મોનિયમ, ઢોલક, તબલા, મંજીરા, કરતાલ વગેરે પારંપરિક વાજિંત્રો સાથે ગીતા વિદ્યાલય પરિવારનું છેલ્લા ૭૫ વર્ષોથી સુવિખ્યાત ભાવસમાધિ પ્રેરતું સંગીતમય દિવ્ય સંકિર્તન થશે. કાર્યક્રમને અંતે સમષ્ટિના કલ્યાણની પ્રાર્થના થશે.આ પ્રસંગે સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓ, કાર્યકરો, દાતાઓ,ભાવિકો તથા બાળ મનો વિકાસ કેન્દ્રના બાળકો ઉપસ્થિત રહેશે. જ્યાં છેલ્લા સાડા સાત દાયકાથી ભગવદ્દગીતા અને માનવસેવાનો ગુંજારવ થઇ રહ્યોછે તેવા દેવસ્થાન ગીતા વિદ્યાલય-ગીતા મંદિરમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવમાં સહભાગી થવા સર્વે ભાવિકોને ગીતા વિદ્યાલય પરિવારે, હાર્દિક અનુરોધ કરેલછે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
