તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 26th October 2026
મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે શરદ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી.
મહંતશ્રી ભાવેશ્વરી માં તેમજ મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના સાનિધ્યમાં શરદ પૂર્ણિમાના પવિત્ર તહેવારની ભવ્ય ઉજવણી કરાઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે શરદ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મહંતશ્રી ભાવેશ્વરી માં તેમજ મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના સાનિધ્યમાં શરદ પૂર્ણિમાના પવિત્ર તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ શુભ પ્રસંગે આશ્રમ દ્વારા વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યત્વે યજ્ઞ, મહા આરતી, કુવારિકા પૂજન તથા મહાપ્રસાદ જેવા પરંપરાગત કાર્યક્રમો યોજાયા ભાવિક ભક્તોએ લાભ લીધો હતો અને યજ્ઞમાં આચાર્યપદે અતુલ મારાજ જાની હતા બનાવવા માટે આશ્રમના સેવકો બહેનો ભાઈઓએ જહેમત ઉઠાવી હતી તેમ મુકેશ ભગતની યાદી જણાવે છે.
(11:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
