News of Monday, 12th October 2026
ફર્ટિલાઈઝ ઉત્પાદકો અને ખેડૂતો માટે ખુશખબર: ખાતર પરીક્ષણમાં ગુજરાતમાં નવો યુગ
ભાવનગરની CQCS લેબોરેટરી સમગ્ર ગુજરાતમાં પ્રથમ અને એકમાત્ર સરકાર માન્ય

( વિપુલ હિરાણી દ્વાર) ભાવનગર :ગુજરાતના ખેડૂતો, ખાતર ઉત્પાદકો અને કૃષિ ઉદ્યોગ માટે ખુશખબર છે. ગુણવત્તા પરીક્ષણ અને પ્રમાણિત લેબોરેટરી સેવાઓના ક્ષેત્રે કાર્યરત ભાવનગરનીCQCS લેબોરેટરીએ ખાતર અને બાયો-સ્ટિમ્યુલેન્ટ્સ પરીક્ષણ ક્ષેત્રે NABL માન્યતા મેળવીને ગુજરાતમાં નવો યુગ શરૂ કર્યો છે. આ પ્રકારની સરકાર માન્ય લેબોરેટરી સમગ્ર ગુજરાતમાં પ્રથમ અને એકમાત્ર છે.
અગાઉ ખાદ્ય ખોરાક, પાણી, કૃષિ ઉત્પાદનો, મીઠું અને પશુ આહાર જેવા ક્ષેત્રોમાં NABL માન્યતા પ્રાપ્ત પરીક્ષણ સેવાઓ પૂરી પાડતી CQCS લેબોરેટરીએ હવે ખાતર ક્ષેત્રે પણ પોતાની વિશ્વસનીયતા સાબિત કરી છે. NABL એટલે રાષ્ટ્રીય પરીક્ષણ અને અનુસંશાધન પ્રયોગશાળા પ્રત્યાર્પણ બોર્ડ - ભારત ગુણવત્તા પરિષદ, ભારત સરકાર દ્વારા આપવામાં આવતી પ્રતિષ્ઠિત માન્યતા છે.
લેબોરેટરીના એમડી બી. કે. ઝાલાએ જણાવ્યું હતું કે, ખાતર અને બાયો-સ્ટિમ્યુલેન્ટ્સના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને લેબોરેટરીમાં આધુનિક વિશ્લેષણાત્મક ક્ષમતા વિકસાવવામાં આવી છે. જેમાં હ્યુમિક એસિડ, ફુલ્વિક એસિડ, સીવીડ / સીવીડ એક્સ્ટ્રેક્ટ, એમિનો એસિડ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, માઇક્રોન્યુટ્રિએન્ટ્સ સહિતના અનેક મહત્વપૂર્ણ પરિમાણોના પરીક્ષણનો સમાવેશ થાય છે. આ તમામ પરીક્ષણો લાગુ પડતા નિયમો, NABL, IS અને FCO માન્ય પરીક્ષણ પદ્ધતિઓ અનુસાર કરવામાં આવશે.
આ નવી સુવિધાથી ખેડૂતોને ખાતર ખરીદતી વખતે છેતરાવાનો ભય રહેશે નહીં. ખાતર ઉત્પાદકો, કૃષિ ઉદ્યોગો, નિકાસકારો, આયાતકારો, વેપારીઓ તથા વિવિધ ઉદ્યોગોને ગુણવત્તા પરીક્ષણ માટે વધુ વિશ્વસનીય અને વૈજ્ઞાનિક લેબોરેટરી સુવિધા એક જ સ્થળે ઉપલબ્ધ થશે. તેનાથી બજારમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદનો જ પહોંચશે અને ખેડૂતોને સાચા ભાવે સાચી ગુણવત્તા મળશે.
CQCS લેબોરેટરીનો મુખ્ય ઉદ્દેશ સચોટ, વિશ્વસનીય, નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક પરીક્ષણ સેવાઓ પૂરી પાડવાનો છે. આધુનિક સાધનો, પ્રશિક્ષિત ટેકનિકલ સ્ટાફ, સુદ્રઢ ગુણવત્તા વ્યવસ્થાપન પ્રણાલી અને આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર કાર્યપ્રણાલી દ્વારા લેબોરેટરી ગુણવત્તા પરીક્ષણ ક્ષેત્રે પોતાની સેવાઓ સતત વિસ્તારી રહી છે.
ખાતર અને બાયો-સ્ટિમ્યુલેન્ટ્સ ક્ષેત્રે મળેલી આ નવી NABL માન્યતાને કૃષિ ક્ષેત્ર માટે મોટી ઉપલબ્ધિ ગણવામાં આવી રહી છે. તેનાથી ગુજરાતના કૃષિ ઉદ્યોગને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ સ્પર્ધાત્મક બનવામાં મદદ મળશે અને ગુજરાતનું નામ ગુણવત્તા પરીક્ષણ ક્ષેત્રે દેશભરમાં રોશન થશે.વધુ વિગતો માટે મો. 98252 25298 પર સંપર્ક કરવા અથવા વેબસાઇટ http://www.cqcsindia.com ની મુલાકાત લેવા જણાવાયું છે.
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
