News of Saturday, 19th September 2026
મોરબીના જિકિયાળી પાસેનો ઘોડાધ્રોઈ ડેમ ૯૦% ભરાયો
નિચાણવાસના ૧૦ ગામોને એલર્ટ કરાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧૯: તાલુકાના જિકિયાળી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ સિંચાઈ યોજના (ડેમ) માં રૂલ લેવલ મુજબનું ૯૦% પાણી ભરાઈ ગયું છે. ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક સતત ચાલુ હોવાથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થઈ છે. જેને પગલે સિંચાઈ વિભાગ દ્વારા ચેતવણી સંદેશ જારી કરી નિચાણવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
સિંચાઈ વિભાગની સત્તાવાર માહિતી મુજબ, રાત્રે ૭ કલાકની સ્થિતિએ ડેમમાં ૩૩૩ કયુસેક પાણીનો ઇનફ્લો ચાલુ છે. ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે તેવી સ્થિતિ હોવાથી વહીવટી તંત્ર દ્વારા નિચાણવાસમાં આવતા મોરબી અને માળિયા (મિયાણા) તાલુકાના કુલ ૧૦ ગામોને સાવચેત રહેવા જણાવાયું છે. લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા ખાસ સૂચના આપવામાં આવી છે.એલર્ટ કરાયેલા ગામો : જિકિયાળી, ચકમપર, જીવાપર, જસમતગઢ, શાપર, જેતપર (મચ્છુ) અને રા૫૨. માળિયા (મિયાણા) તાલુકાના ૩ ગામોઃ સુલતાનપુર, માણાબા અને ચિખલી છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
