<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

પંડિત સુખલાલજી લોક વિદ્યાલય માઈધાર ખાતે 'ગાંધી ગુંજન પર્વ' અને ગાંધી જયંતી નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

હનુમંત હોસ્પિટલ અને સંસ્થાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કેમ્પમાં નિષ્ણાત તબીબોની ટીમે સેવાઓ આપી : મોટી સંખ્યામાં ગ્રામજનોએ આરોગ્ય તપાસનો લાભ લીધો

માઈધાર:પંડિત સુખલાલજી લોક વિદ્યાલય માઈધાર ખાતે ગાંધી ગુંજન પર્વ તેમજ ગાંધી જયંતીના પાવન અવસર નિમિત્તે હનુમંત હોસ્પિટલ અને સંસ્થાના સંયુક્ત ઉપક્રમે એક સર્વરોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ નિદાન કેમ્પમાં હનુમંત હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોની ટીમે ઉપસ્થિત રહીને લોકોને તબીબી સેવાઓ પૂરી પાડી હતી. જેમાં મેડિકલ ઓફિસર ડો. રાધિકા પરમાર, ડેન્ટલ વિભાગના ડો. અદિતિ હરીપિયાસ તથા ચક્ષુ રોગ વિભાગના ઓપ્ટોમેટ્રિસ્ટ ડો. જલ્પાબેન મકવાણાએ દર્દીઓની ઝીણવટભરી શારીરિક તપાસ કરીને જરૂરી તબીબી સલાહ તથા સારવાર માર્ગદર્શન આપ્યું હતું.

આ આરોગ્ય કેમ્પને સફળ બનાવવા માટે હનુમંત હોસ્પિટલના પી.આર.ઓ. મુકેશભાઈ રાઠોડ, નર્સિંગ સ્ટાફ તથા પંડિત સુખલાલજી લોક વિદ્યાલય સંસ્થાના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં માઈધાર અને આસપાસના ગ્રામીણ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપીને સ્વાસ્થ્ય તપાસણીનો લાભ લીધો હતો. (અહેવાલ - મુકેશ પંડિત)

(6:54 PM IST)