<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

વિસાવદરના મોટાકોટડા ગામમા નવા બનેલા પીજીવીસીએલના સબ ડીવીજનમાંથી ભલગામને મુક્ત કરવા પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રભારી કિરીટભાઈ પટેલની રજુઆત

ભલગામના ગ્રામજનોની વ્યવહારિક મુશ્કેલીઓને ધ્યાને રાખી પીજીવીસીએલ સબ-ડિવિઝન વિસાવદરમાં જ યથાવત રાખવામાં આવે તેવી તાત્કાલિક અસરથી રજુઆત કરાઈ

( યાસીન બ્લોચ દ્વારા ) વિસાવદર : ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ યુવા મોરચાના પ્રભારી અને જિલ્લા ખેતી બેન્કના ચેરમેન કિરીટભાઈ પટેલ દ્વારા ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાને રજુઆત કરી જણાવેલ છે કે, ભલગામ ગામના લોકો દ્વારા  પ્રાંત અધિકારી, વિસાવદર તથા તેમનેરજુઆત કરી જણાવેલ છે કે વિસાવદર તાલુકાના  ભલગામને મોટા કોટડા પીજીવીસીએલ સબ-ડિવિઝનમાં જોડવા સામે ભલગામ ગામના લોકોનો વિરોધ હોય જે બાબતે નીચેના મુદ્દા ધ્યાને લેવા જેમાં વિસાવદર સબ-ડિવિઝન વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામે પીજીવીસીએલનું નવું સબ-ડિવિઝન મંજૂર થયેલ છે. આ નવા સબ-ડિવિઝનમાં 'ભલગામ' નો સમાવેશ કરવાની કામગીરી ચાલી રહી છે, જે ગ્રામજનો માટે ખૂબ જ અયોગ્ય અને તકલીફદાયક નિર્ણય છે. આ અંગે અમારા મુખ્ય વાંધામા (૧)અંતર અને વાહનવ્યવહાર: અમારા ભલગામથી મોટા કોટડાનું અંતર અંદાજે ૧૫ થી ૧૭ કિલોમીટર થાય છે, જ્યાં જવા- આવવા માટે પૂરતી સુવિધા નથી(૨)રોજિંદા વ્યવહારિક કામકાજ ભલગામ તાલુકા મથક વિસાવદરની નજીક હોવાથી ગ્રામજનોને રોજબરોજના કામકાજ માટે વિસાવદર જ જવાનું થાય છે. (૩)સમય અને નાણાંનો બગાડ: જો અમારું ગામ મોટા કોટડા સબ- ડિવિઝનમાં જોડાશે, તો ગ્રામજનોને ફક્ત પીજીવીસીએલના એક કામ માટે જ ૧૫-૧૭ કિમી દૂર મોટા કોટડા ધક્કો ખાવો પડશે, જેનાથી સમય અને નાણાંનો વ્યય થશે. (૪)તાલુકા મથકની અનુકૂળતા: હાલ અમારું ગામ તાલુકા મથક વિસાવદર સબ-ડિવિઝન સાથે જોડાયેલું છે, જે તમામ ગ્રામજનો માટે ખૂબ જ અનુકૂળ રહે છે.

ભલગામના ગ્રામજનોની વ્યવહારિક મુશ્કેલીઓને ધ્યાને રાખી પીજીવીસીએલ સબ-ડિવિઝન વિસાવદરમાં જ યથાવત રાખવામાં આવે તેવી તાત્કાલિક અસરથી રજુઆત કરતા ભલગામના તમામ લોકોની માંગણી મુજબ તેઓને વિસાવદર સબ ડીવીજનમા જ રાખવા માંગણી સાથે રજુઆત કરેલ છે

(11:37 PM IST)