<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

મોરબીની ગોપાલ સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ચાર શખ્સ 39,400 ની રોકડ સાથે ઝડપાયા

બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં આવેલ ગોપાલ સોસાયટીમાં રહેણાકમકાનના જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 39,400 ની રોકડ સાથે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળી કાર્યવાહી હાથ ધરી છે

    મોરબી બી ડિવિઝન પોલિસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીમાં આવેલ ગોપાલ સોસાયટીમાં રહેતા ધરમશીભાઈ ભગવાનજીભાઈ પટેલના રહેણાક મકાનમાં જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઘરધણી ધરમશીભાઈ ભગવાનજીભાઈ પટેલ (ઉ.વ.61) તથા ધનજીભાઈ કેશવજીભાઈ પટેલ (ઉ.વ.62) (રહે. હરિગુણ હાઇટ્સ મોરબી), અનિલભાઈ મગનભાઈ પટેલ (ઉ.વ.54) (રહે. સરસ્વતી સોસાયટી શેરી નં-1 મોરબી )તથા અંકિતભાઈ દશરથભાઈ પટેલ (ઉ.વ.26) ( રહે. પ્રભુ કૃપા ટાઉનશીપ મોરબી વાળા )જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેઓની પાસેથી 39,400 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

(11:30 PM IST)