News of Sunday, 26th April 2026
ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ગુરુકુળ ખાતે કર્યું મતદાન : લોકશાહીને મજબૂત બનાવવા કરી અપીલ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નાગરિક ફરજ નિભાવી, કહ્યું- વિકાસલક્ષી પ્રતિનિધિની પસંદગી માટે મતદાન જરૂરી; મતદારો ઉત્સાહભેર સહભાગી બને

ગોંડલ તા.૨૬ : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ રવિવારે ગોંડલના ગુરુકુળ ખાતેના મતદાન મથકે મતદાન કરીને નાગરિક તરીકેની ફરજ નિભાવી હતી.
મતદાન કર્યા બાદ પૂર્વ ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સીધી જનતાના રોજિંદા પ્રશ્નો અને વિકાસ સાથે જોડાયેલી છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જ શહેર-ગામની સુવિધાઓ નક્કી થાય છે.
તેમણે વધુમાં કહ્યું કે, મજબૂત લોકશાહી અને વિકાસલક્ષી નેતૃત્વ માટે દરેક મતદારે જાગૃત થઈને મતદાન કરવું જોઈએ. યોગ્ય, પ્રામાણિક અને કર્તવ્યનિષ્ઠ ઉમેદવારની પસંદગી કરવી એ આપણી સૌની જવાબદારી છે.
જયરાજસિંહ જાડેજાએ ગોંડલ શહેર અને તાલુકાના તમામ મતદારોને અપીલ કરતાં જણાવ્યું કે, લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહભેર સહભાગી થઈએ અને વધુમાં વધુ મતદાન કરીને સ્થાનિક સરકારને મજબૂત બનાવીએ.(તસ્વીર:ભાવેશ ભોજાણી-ગોંડલ)
(12:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
