<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી

તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યાં સુધીમાં કુલ મળીને 117 જેટલા આગેવાનો દ્વારા પોતાના ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે જેમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષના આગેવાનોએ પોતાના ઉમેદવારી પત્રો ભરી દીધા છે

મોરબી મહાપાલિકાની બેઠકો ઉપર જે રીતે ભાજપમાંથી ટિકિટ ન મળવાના કારણે ઘણા આગેવાનોએ અપક્ષમાંથી ઉમેદવારી કરી છે તેવી જ રીતે જિલ્લા પાંચાયતની બેઠક ઉપર પણ ભાજપના એક આગેવાને ટિકિટ ન મળવાથી અપક્ષમાંથી ઉમેદવારી કરી છે જેની મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા પંચાયતની છેલ્લી બોડીમાં શિક્ષણ વિભાગના માજી ચેરમેન ચંદ્રિકાબેન નથુભાઇ કડીવારને ભાજપમાંથી ટિકિટ મળી નથી જેથી તેઓએ ટંકારા તાલુકાની જિલ્લા પંચાયતની ઓટાળા બેઠક ઉપરથી પોતાની અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધેલ છે

(10:50 PM IST)