<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

અંતે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનો ફેસલો આવ્યો: અમદાવાદ ચેરિટી કમિશનરે આપ્યો મહત્વનો ચુકાદો, 60 દિવસમાં પુનઃ ચૂંટણીનો આદેશ

મૂળ ટ્રસ્ટીઓ અને વર્તમાન નલિન કાનાણી ગ્રુપ સહી સલામત, જીગ્નેશ કારિયા ટીમ વિરુદ્ધ ચુકાદો; હાલ 60 દિવસ સુધી કાનાણી જૂથ ચેમ્બર સંભાળશે – ફરી ચૂંટણી જંગ નિશ્ચિત

(પરેશ પારેખ દ્વારા)પોરબંદર તા.૧૪ : પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના વિવાદ મામલે લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની લડાઈનો અંતે ફેસલો આવી ગયો છે.અમદાવાદ ચેરિટી કમિશનરે મહત્વનો ચુકાદો આપતા 60 દિવસમાં પુનઃ ચૂંટણી કરવા આદેશ કર્યો છે... ચુકાદામાં મૂળ ટ્રસ્ટીઓ તેમજ હાલની નલિન કાનાણી ગ્રુપની ટીમને માન્ય રાખવામાં આવી છે.

 ચેમ્બર ઓફ કોમર્સની જીગ્નેશ કારિયા ટીમ વિરુદ્ધ ચુકાદો આવ્યો છે... હુકમ મુજબ હાલ 60 દિવસ સુધી નલિન કાનાણી ગ્રુપ ચેમ્બરની સતત સંભાળશે.60 દિવસમાં ચૂંટણી યોજવાની રહેશે એટલે ફરીથી બંને જૂથ આમને-સામને ચૂંટણી લડશે. હવે જોવાનું એ છે કે ફરીથી ચેમ્બરના સુકાની તરીકે જીગ્નેશ કારીયાનું જૂથ આવશે કે નલિન કાનાણી જૂથ સત્તાના જોરે બાજી મારશે.ચુકાદા બાદ પોરબંદરના વેપારી આલમમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.

(5:06 PM IST)