તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૪ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
અંતે કચ્છમાં સાર્વત્રિક મેઘ મહેરઃ રાપર ૫ ઇંચ, ભચાઉ ૪, ભુજ-અબડાસા ૩, લખપત, અંજાર,
મુન્દ્રા, નખત્રાણા, ગાંધીધામ-૨ ઇંચ, માંડવી ૧ ઇંચ

(વિનોદ ગાલા દ્વારા ભુજ) ભુજ, તા.૨૫: ભારે રાહ જોવડાવ્યા બાદ કચ્છમાં મેઘરાજાએ સાર્વત્રિક મહેર કરી છે. અર્ધ અછત જેવી પરિસ્થિતિ વચ્ચે કચ્છમાં વરસાદ સ્વરૂપે કાચું સોનુ વરસ્યું છે. જોકે, ગઈકાલ સવારના ૮ વાગ્યાથી આજે સવારે ૮ વાગ્યા સુધી ૨૪ કલાકના કચ્છના વરસાદના આંકડા મુજબ તો, વાગડ વિસ્તારના રાપરમાં ૫ ઇંચ અને ભચાઉમાં ૪ ઇંચ ધોધમાર વરસાદને બાદ કરતા બાકીના ૮ તાલુકામાં ભુજ, અબડાસામાં ૩ ઇંચ, ગાંધીધામ, મુન્દ્રા, અંજાર, લખપત, નખત્રાણામાં ૨ ઇંચ જ્યારે માંડવીમાં ૧ ઇંચ જેટલો સામાન્ય વરસાદ છે. પરંતુ મેઘાડંબર અને આગાહીને પગલે હજી મેઘકળપા થશે એવી આશા છે. હાલના તબક્કે પશુઓ માટે ઘાસચારાની મુશ્કેલી હળવી બનશે એવું દેખાઈ રહ્યું છે. જ્યારે વાગડ ને બાદ કરતા અન્ય તાલુકાઓમાં ખેડૂતો હજી મેઘરાજા વધુ કળપા કરે એવું ઝંખી રહ્યા છે. (૩.૮)
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
