News of Sunday, 6th September 2026
અમરેલીમાં ડરનો માહોલ: નાની કુંકાવાવમાં વાડીએ કામ કરતા ખેતમજૂર પર સિંહણનો ખૂંખાર હુમલો
ખેતરમાં કામ દરમિયાન અચાનક સિંહણ ત્રાટકી: ગંભીર રીતે ઘવાયેલા મજૂરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો, ગ્રામજનોમાં દહેશત

અમરેલી: અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વન્યજીવોનો ત્રાસ અને માનવ વસાહતો નજીક તેમની અવરજવર દિન-પ્રતિદિન વધી રહી છે, ત્યારે નાની કુંકાવાવ ગામેથી સિંહણના હુમલાની એક ગંભીર ઘટના સામે આવી છે. નાની કુંકાવાવ ગામની સીમમાં આવેલી વાડીમાં કામ કરી રહેલા એક ખેતમજૂર પર અચાનક સિંહણે હુમલો કરી દેતા અફરાતફરી મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, વાડી વિસ્તારમાં ખેત મજૂરીનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન નજીકની ઝાડીઓમાંથી ધસી આવેલી સિંહણે મજૂર પર તરાપ મારી હતી. આ હુમલામાં મજૂર ગંભીર રીતે ઘાયલ થયો હતો. બનાવને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મજૂરને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે ફાફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. ઘટના અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વનકર્મીઓનો કાફલો પણ દોડી આવ્યો
(12:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
