<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

કેશોદ વિસ્‍તારમાં ખેડૂતોએ વાવણી કાર્ય આરંભવું છે પણ મેઘરાજા સાથ નથી આપતા ! : ખમૈયા કરો બાપલા

વોહ ભી સમય થા યહ ભી સમય હૈ...! હજુ થોડા દિવસ પહેલા જ વરસાદ માટે મેઘરાજાને રિઝવતા જોવા મળેલ ધરતીપુત્રો આજે વરાપ માટે પ્રાર્થના કરી રહ્યા છે !! : વરસાદી માહોલ વચ્‍ચે મોટાભાગ ના ખેતરોમાં પાણી ભરાયેલ હોય તથા ગારો-કીચડ હોય આ સ્‍થિતિ વચ્‍ચે વાવેતર માટે ખેડૂતો ખતરોમાં જઈ શકતા નથી : વાવણી કાર્યો માટે વરાપ ની રાહ મા ખેડૂતોઃ આ વિસ્‍તારમાં મુખ્‍યત્‍વે મગફળી ઉપરાંત સોયાબીનનું પણ ઉત્‍પાદન થાય છેઃ હાલ વાવણીનો સમય વિલંબીત થયેલ હોય આશરે ૯૦ થી ૧૦૦ દિવસ માં તૈયાર થતી મગફળી ના બિયારન નુ વાવેતર કરવાનું પસંદ કર્તા હોય છે.

(સંજય દેવાણી દ્વારા)કેશોદ , તા. ૮:  લગભગ પંદરેક દિવસની ભારપ્રતીક્ષા બાદ કેશોદ વિસ્‍તારમાં છેલ્લા એક સપ્તાહથી ચોમાસા ના માહોલનો પ્રારંભ થયેલ છે. અત્રે વાવણી લાયક સારામાં સારો વરસાદ થવા પામેલ છે. આ સ્‍થિતિ વચ્‍ચે વાવણી માટે ઉત્‍સુક ખેડૂતોએ ખેતરો માં વાવણી કાર્ય આરંભવુ છે. પરંતુ મેઘરાજા સાથ આપતા નથી! રાજ્‍યમાં લગભગ હુજુ કેટલાય વિસ્‍તારોમાં વરસાદ નાહીવત છે અથવા જરૂરત મુજબ નાઃ વરસેલ જ નથી તેવું સાંભળવા મળી રહ્યું છે ત્‍યારે આવા સંજોગોમાં અત્રે વરસાદ શરૂ થયાને ત્રણ દિવસ બાદ જ લોકોએ મેઘ રાજા ને વીનવવા નું શરૂ કરી દીધેલ હતું કે, ‘‘બાપલા હવે બસ, ખમૈયા કરો !'' 

 કેશોદ વિસ્‍તારમાં ગત તારીખ ૧ જુલાઈ થી ૩ જુલાઈ દરમિયાન ત્રણ દિવસમાં ચોમાસુ સિઝન નો સૌપ્રથમ વરસાદ ૩૦ ઇંચ જેવો પડી ગયેલ છે. આ વિસ્‍તારમાં મેઘરાજા એ અપેક્ષા કરતાં પણ વધુ ‘‘કાચું સોનુ'' (વરસાદ) વરસાવી દેતા ગેલ' માં આવી ગયેલ ખેડૂતો હાલ તુર્ત વાવણી કાર્ય માટે વરાપ ઈચ્‍છી રહ્યા છે.

વાર્ષિક સિઝનની જરૂરત નો સરેરાશ ૭૫ ટકા જેવો કુલ વરસાદ ચોમાસુ સિઝન ના પ્રારંભેજ રેકોર્ડ બ્રેક રીતે વરસી જતા ખેતરો માં પાણી... પાણી... થઈ જવા પામેલ છે. સીઝનની શરૂઆતના પ્રથમ તબક્કા ની પ્રાથમિક જરૂરત થી પણ વધુ વરસાદે વરસી ધરતીને ધરવી દેતા ધરતી પુત્રો રાજી રાજીના રેડ જણાઈ રહ્યા છે.

આ અંગે ખેડૂતોના જણાવ્‍યા મુજબ ધૂપ - છાવ જેવા વાતાવરણ અને છુટા - છવાયા વરસાદ વચ્‍ચે હાલ ખેતરોમાં પાણી ભરાવવા તથા ગારા - કીચડ જેવી હાલત હોય હાલ ખેતરની અંદર પગ મૂકી શકાય તેવી સ્‍થિતિ નથી. વરાપ નીકળ્‍યા બાદ ખેતર થોડું સુકાયા પછી જ વાવણી કાર્ય શકય બનેશે.

દરમિયાન આ વિસ્‍તારમાં ચોમાસુ સિઝન નું મુખ્‍યત્‍વે મગફળી અને ત્‍યાર બાદ મહદ્દ અંશે સોયાબીન ના પાક નું ઉત્‍પાદન થાય છે. સામાન્‍ય રીતે અગાઉ મુખ્‍યત્‍વે માત્ર મગફળીના પાકનું જ વાવેતર થતું. પરંતુ અવાર નવાર સર્જાતી વિપરીત કુદરતી સ્‍થિતિ અને વધતા જતા મેન્‍ટેનન્‍સ ને ધ્‍યાને લઈ છેલ્લા કેટલાય વર્ષોથી ખેડૂતો હવે ચોમાસુ સીઝન દરમિયાન સોયાબીન ના વાવેતર તરફ પણ વળ્‍યા છે.

આ અંગે જાણકારોના જણાવ્‍યા મુજબ મગફળી ની સરખામણીમાં સોયાબીન ના વાવેતરમાં ખર્ચો ઓછો અને મહેનત પણ અડધી થઈ જાય છે. સામાન્‍ય રીતે અંદાજે એક વીઘા માટે મગફળી નુ દોઢ મણ જેવુ બિયારણ વાવેતર માટે જોઈએ તેની સામે લગભગ સરેરાશ દોઢ થી બે ખાંડી જેવો ઉતારો આવે. જ્‍યારે એક વીઘા માટે આશરે ૧૨ કિલો જેવું સોયાબીન નું બિયારણ જોઈએ જેનો લગભગ સરેરાશ એક થી દોઢ ખાંડી જેવો ઉતારો આવે છે . જોકે આ ઉતારા નો માપદંડ જે તે સમયના કુદરતી પરિબળો અને કુદરતી સ્‍થિતિ પર આધારિત હોય છે. મગફળી ના પાકની જેટલી કાળજી લેવી પડે છે એટલી કાળજી સોયાબીન ના પાક ની રાખવી પડતી નથી. બીજી તરફ મગફળીને સમયસર પાણીની જરૂર પડે છે. જ્‍યારે મગફળીના પ્રમાણમાં સોયાબીનના પાકને પાણીની ઓછી જરૂર પડે છે. વાવેતર બાદ વરસાદ નહીવત થાય અથવા વરસાદ ખેંચાય તો પણ ખાસ ચિંતા રહેતી નથી. સોયાબીન ના પાક તૈયાર થયા બાદ તુરતજ સચવાઈ જાય છે. જેથી મજૂરીનો ખર્ચ પણ ઓછો થાય છે .જ્‍યારે મગફળીનો પાક તૈયાર થયા બાદ તેના પાથરા ખેતરોમાં ૧૫ થી ૨૦ દિવસ માટે સુકવવા માટે રાખવા પડે છે. આ દરમિયાન જો વરસાદ પડે તો , મોઢે આવેલો કોળીઓ છીનવાય જાય છે આ સ્‍થિતિ વચ્‍ચે સતત ચાર માસની મહેનત માથે પડે અને ભારે આર્થિક નુકસા ની વેઠવી પડે છે. આમ કુદરતી પરિબળો અને જોખમો ને ધ્‍યાને લઈ મગફળી કે સોયાબીન ના વાવેતર અંગેનો ખેડૂતો નિર્ણય લેતા હોય છે.

 જ્‍યારે વાવેતર માટે જુદા જુદા પ્રકાર ના બિયારણ નાઙ્ઘ ઉપયોગ કરતા હોય છે આં અંગે કળષિ વ્‍યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ દિપકભાઈ તન્ના ના જણાવ્‍યા મુજબ સામાન્‍ય રીતે ખેડૂતો જી ૨૦ મગફળી બિયારણ નુ વાવેતર કરતા હોય છે. ચોમાસુ સીઝન દરમિયાન અંદાજે ૧૧૦ થી ૧૨૦ દિવસ આસપાસ મગફળી નાઙ્ઘ પાક તૈયાર થતા હોય છે. પરંતુ પ્રવર્તમાન કુદરતી સ્‍થિતિ મુજબ હાલ વાવણી કાર્ય વિલંબ મા હોય ૯૦ થી ૧૦૦ દિવસ ના ટૂંકા સમય ગાળામાં તૈયાર થતી ૩૭ નંબર,૩૯ નંબર, ૪૧ નંબર જેવુ બિયારણ સામાન્‍ય રીતે ખેડૂતો પસંદ કરતા હોય છે. ચોમાસુ સિઝન પૂર્વેજ ખેડૂતો બિયારણ સહિત નુ આગોતરું આયોજન કરી લેતા હોય છે. હાલ ખેડૂતો તમામ જરૂરી સાધન સામગ્રીઓ સાથે વાવણી કાર્ય માટે ફૂલ તૈયારીમાં છે. ત્‍યારે સામાન્‍ય રીતે આર્થિક રીતે સદધર ખેડૂતો છેલ્લી ની ઘડીએ વાવણી કાર્યના સમય ની સ્‍થિતિને ધ્‍યાનમાં લઇ બિયારણમાં ફેરફાર કરતા હોય છે.

દરમિયાન હાલ ખેડૂતો વાવણી કાર્યો માટે ઉત્‍સુક છે પરંતુ પ્રવર્તમાન કુદરતી વાતાવરણ સામાન્‍ય (આકાશ ચોખ્‍ખું) થાય તેની રાહમાં છે. આヘર્યની વાત એ છે કે,

 હજુ થોડા દિવસ પહેલા જ મેઘરાજાને રિઝવવા માટે પ્રાર્થના કરતા જોવા મળતા ધરતી પુત્રો આજે મેઘરાજા ને શાંત થવા (વરાપ) માટે પ્રાર્થના કરી રહ્યા છે !! ત્‍યારે આ સ્‍થિતિ જોઈને લોકો મજાકમાં કહી રહ્યા છે કે, ‘‘વોહ ભી સમયથા યહ ભી સમય હૈ...!'' 

(12:56 PM IST)