<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂની કાલે જેતપર આવશે

વીજ લાઇનના વિરોધમાં અન્ન ત્‍યાગ કરનારા ખેડૂતોના સમર્થનમાં રાત્રે ૯ કલાકે કાર્યક્રમ યોજાશે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૩: મોરબીના જેતપર મુકામે વીજ લાઈનના વિરોધમાં અન્ન ત્‍યાગ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં ખેડૂતોની લડતને વેગ આપવા માટે ભારતીય કિસાન યુનિયન ચઢૂનીના મુખ્‍ય નેતા અને રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ગુરનામ સિંહ ચહૂની જેતપર ખાતે કાલે તારીખ ૪/૭/૨૦૨૬ અને શનિવારના રોજ રાત્રે ૯ કલાકે ઉપવાસ છાવણીમાં ઉપસ્‍થિત રહેશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં આસપાસના વિસ્‍તારના ખેડૂતોને હાજર રહેવા માટે અપીલ કરવામાં આવી છે. 

(12:05 PM IST)