<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

મોરબીમાં સતત ૧૮ માં વર્ષે પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું ભવ્ય, દિવ્ય આયોજન.

તા ૧૪થી ૨૫ સપ્ટેમ્બર સુધી મોરબીના લીલપર રોડ ઉપર આવેલ કલસિક પાર્ટી પ્લોટ ખાતે શ્રી સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવ ઉજવાશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં દર વર્ષે શ્રી સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને આ વર્ષે લીલપર રોડ ઉપર આવેલ કલસિક પાર્ટી પ્લોટ ખાતે શ્રી સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કર્યું છે

   મોરબી ગણેશ મંડપ સર્વિસ વાળા અરવિંદભાઈ બારૈયા તથા તેઓના ભાઈ અશોકભાઈ બારૈયા, રાજેશભાઈ બારૈયા તેમજ ઓમ બારૈયા અને શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા શ્રી સિદ્ધિવિનાયક ફાઉન્ડેશનના નેજા હેઠળ શ્રી સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ શ્રી સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 

  છેલ્લા ૧૭ વર્ષથી મોરબીમાં શ્રી સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે ૧૮ મા વર્ષે પણ ગણપતિ મહોત્સવનું આયોજન કર્યું છે અને તા ૧૪થી ૨૫ સપ્ટેમ્બર સુધી મોરબીના લીલપર રોડ ઉપર આવેલ કલસિક પાર્ટી પ્લોટ ખાતે શ્રી સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કર્યું છે અને ત્યાં દરરોજ સાંજે ૭:૦૦ અને રાત્રે ૯:૦૦ કલાકે મહા આરતી કરવામાં આવશે જેથી કરીને મોરબીના નગરજનોને સહપરિવાર સિદ્ધિવિનાયક કા રાજા ગણેશજીના દર્શનનો લાભ લેવા આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે.

(12:26 AM IST)