<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

ફેમીલી કોર્ટ કેશોદમાંથી દિવસ-૧૦૫ તથા દિવસ-૯૦ ની સજા પામેલ નાસતા ફરતા આરોપીને કેશોદથી પકડી પાડતી ચોરવાડ પોલીસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૩:  રેન્‍જ ડી.આઇ.જી.પી. રાજેન્‍દ્રસિંહ ચુડાસમા તથા જુનાગઢ જીલ્લાના પોલીસ અધિક્ષક  સુબોધ ઓડેદરા તથા માંગરોળ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ડી.વી.કોડીયાતર દ્વારા અલગ અલગ નામદાર કોર્ટ તરફથી મળતા સમન્‍સ, વોરંટ, નોટીસની વધુમાં વધુ બજણી થવા સારૂ તેમજ ગુન્‍હાના કામે તથા સજા પામેલ નાસતા ફરતા આરોપીઓને સત્‍વરે પકડી પાડવા અવાર-નવાર સુચનો થઇ આવેલ જે અનુસંધાને ચોરવાડ પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર જી.આઇ. રાઠોડ દ્વારા ગુન્‍હાના કામે તેમજ વોરંટના કામે નાસતા ફરતા આરોપીઓને સત્‍વરે શોધી કાઢવા ચોરવાડ પો.સ્‍ટાફને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને ચોરવાડ પોલીસ સ્‍ટેશનના પો હેડ કોન્‍સ.એચ.બી. ડોડીયા તથા તથા પો.કોન્‍સ. ભાવસિંહ કે. મોરી તથા વિનયસિંહ કે. સીસોદીયા નાઓએ ફેમીલી કોર્ટ કેશોદના ફો.પ.અ.નં-૨૩/૨૦૨૬ ના કામે દિન-૧૦૫ તથા ફો.૫.અ. નં.૨૪/૨૦૨૬ ના કામે દિન-૯૦ ની સજા પામેલ અને છેલ્લા બે મહિનાથીએ નાસતો ફરતો આરોપી સલીમભાઇ અલારખાભાઇ લાખા રહે-ઝડકા તા-માળીયા હાટીના વાળાને ટેકનિકલ સોર્સીસની મદદથી કેશોદ પોલીસ સ્‍ટેશનની હદ વિસ્‍તાર માંથી શોધી કાઢી હસ્‍તગત કરી જુનાગઢ જીલ્લા જેલ હવાલે કરવા તજવીજ કરેલ છે.

આ કામગીરી ચોરવાડ પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ. જી.આઇ. રાઠોડની સુચના અને માર્ગદર્શન મુજબ પો. હેડ કોન્‍સ એચ.બી.ડોડીયા તથા પો.કોન્‍સ. ભાવસિંહ કે. મોરી તથા વિનયસિંહ કે. સીસોદીયા નાઓએ સાથે મળી કરેલ છે.(તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:14 PM IST)