News of Saturday, 1st August 2026
મચ્છુ-૩ ડેમમાં પાણીની આવક વધતા ડેમનો ૧ દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો, ૨૧ ગામોને એલર્ટ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૧: મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-૩ સિંચાઇ યોજનામાં સતત પાણીની આવકના પગલે ડેમ રૂલ લેવલ મુજબ ૧૦૦% ભરાઈ ગયો છે. જળાશયમાં પાણીની નવી આવક ચાલુ હોવાથી વધારાના પાણીને મચ્છુ નદીમાં છોડવા માટે તંત્ર દ્વારા સવારે ૦૮:૦૦ કલાકે ડેમનો ૧ દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યો હતો.
ડેમમાંથી પાણીનો નિકાસ શરૂ થનાર હોઈ સાવચેતીના પગલારૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મચ્છુ-૩ ડેમના નીચાણવાસમાં આવતા મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા તેમજ માળિયા(મીં) તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા(મીં), હરીપર અને ફતેપર સહિત એકંદર ૨૧ ગામોના નાગરિકોને એલર્ટ કરવામાં આવ્યા છે
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
