News of Tuesday, 2nd June 2026
ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસો બાકી હોવા છતાં ભુજમાં પ્રિ-મોન્સૂન કામગીરી નહીં થતા નાગરિકોમાં ચિંતાનું મોજું
નગરપાલિકા દ્વારા જો તાત્કાલિક ધોરણે મરામત અને સફાઈના કામો હાથ ધરવામાં નહીં આવે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે

ભુજ શહેરમાં ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસો બાકી હોવા છતાં, હજુ સુધી પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ ન થતા શહેરીજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને ગટર સફાઈ અને ડ્રેનેજની મહત્વપૂર્ણ કામગીરી હજુ અધૂરી હોવાથી અનેક વિસ્તારોમાં પાણીના નિકાલની વ્યવસ્થા નબળી હોવાનું સામે આવ્યું છે. શહેરમાં ઠેર-ઠેર રસ્તાઓ પર પડેલા ખાડાઓ હજુ પણ યથાવત રહેતા અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે.
વરસાદી ચેનલો અને નાળાઓની સફાઈમાં થયેલા વિલંબને કારણે સ્થાનિકોએ તંત્રની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. દર વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાવાની જૂની સમસ્યાનું પુનરાવર્તન ન થાય તે માટે લોકોએ અગાઉથી તૈયારીઓ કરવાની માંગ ઉઠાવી છે. તંત્ર દ્વારા માત્ર કાગળ પર જ આયોજન થતું હોવાની ચર્ચા વચ્ચે, લોકોને ફરી મુશ્કેલી વેઠવી પડે તેવી ભીતિ સેવાઈ રહી છે. નગરપાલિકા દ્વારા જો તાત્કાલિક ધોરણે મરામત અને સફાઈના કામો હાથ ધરવામાં નહીં આવે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. શહેરની સુરક્ષા અને સુવિધાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.
(8:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
