<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

FIR પછી પણ સત્ય અધૂરું હોય છે. રાજકોટના વેપારી દંપતીના કેસમાં બચાવ પક્ષે ઉભા કર્યા ગંભીર સવાલો:એક તપાસાત્મક નોંધ

ભારતીય કાયદાનો મૂળભૂત સિદ્ધાંત સ્પષ્ટ છે કે જ્યાં સુધી નામદાર અદાલત દોષિત જાહેર ન કરે ત્યાં સુધી દરેક આરોપી કાયદાની નજરે નિર્દોષ છે.

પોરબંદર : પોરબંદરના વકીલ જયવીન કે જોશીની યાદી મુજબ એક ઈમાનદાર પોલીસ અધિકારી FIR નોંધે એટલે તપાસ શરૂ થાય છે, ન્યાય નહીં. એક નિષ્ઠાવાન વકીલ દલીલ કરે એટલે આરોપી નિર્દોષ ઠરી જતો નથી. અને એક જવાબદાર પત્રકાર કલમ ઉઠાવે એટલે કોઈને બચાવવાનો કે ફસાવવાનો પ્રયાસ કરતો નથી-તેનો ધર્મ માત્ર સત્ય સુધી પહોંચવાનો હોય છે.
 તેમના મુજબ આજના સમયમાં FIR નોંધાય એટલે સમાજનો મોટો વર્ગ આરોપીને પહેલેથી જ અપરાધી માની લે છે. સોશિયલ મીડિયા, અખબારોના મથાળા અને જાહેર ચર્ચાઓ ઘણીવાર અદાલતના ચુકાદા પહેલાં જ લોકોના મનમાં નિર્ણય લખી દે છે.પરંતુ ભારતીય કાયદાનો મૂળભૂત સિદ્ધાંત સ્પષ્ટ છે કે જ્યાં સુધી નામદાર અદાલત દોષિત જાહેર ન કરે ત્યાં સુધી દરેક આરોપી કાયદાની નજરે નિર્દોષ છે.

રાજકોટમાં વેપારી દંપતી પ્રિયંકભાઈ રમેશભાઈ કારિયા અને ડિમ્પલબેન પ્રિયંકભાઈ કારિયા સામે નોંધાયેલી FIR પણ કદાચ એવો જ એક કેસ છે, જેમાં ફરિયાદ કરતાં વધુ ગંભીર પ્રશ્નો બચાવ પક્ષ ઊભા કરી રહ્યો છે.

   તેમના મુજબ આ કેસમાં ફરિયાદી પક્ષ તરીકે ધનસુખભાઈ મોરારજી રાયચુરા,નવનીત મોરારજી રાયચુરા, હિરેનભાઈ ભરતભાઈ કોટક, અશ્વિનભાઈ દલસુખભાઈ બુદ્ધદેવ, અશ્વિનભાઈ મનુભાઈ જોબનપુત્રા, ઋષભ રાજેશ કાનાબાર અને અતુલભાઈ ઉનડકટ દ્વારા વેપારી દંપતી સામે રોકાણના નામે કરોડો રૂપિયાની કથિત છેતરપિંડીના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

બીજી તરફ બચાવ પક્ષનો દાવો છે કે તેઓ છેતરપિંડીના આરોપી નહીં, પરંતુ વર્ષો સુધી ચાલેલી ગેરકાયદેસર વ્યાજખોરી, આર્થિક દબાણ અને પારિવારિક વિવાદના ભોગ છે. તેમના જણાવ્યા મુજબ, જે લોકો આજે ફરિયાદી તરીકે સામે આવ્યા છે, તેઓમાંથી કેટલાક સાથે થયેલા વ્યવહારો હકીકતમાં ધંધાકીય લેવડદેવડ અને ઊંચા વ્યાજે અપાયેલી રકમને લગતા હતા. બચાવ પક્ષનો દાવો છે કે મુદ્દલ સહિતની સંપૂર્ણ લેતીદેતી વર્ષો પહેલાં પૂર્ણ થઈ ચૂકી છે અને તે અંગેના બેંક ટ્રાન્ઝેક્શન, હિસાબી દસ્તાવેજો તથા અન્ય પુરાવા તેમની પાસે ઉપલબ્ધ છે.
બચાવ પક્ષના વકીલ દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી રહેલી જામીન અરજીમાં પણ, તેમના જણાવ્યા મુજબ, બેંક ટ્રાન્ઝેક્શન, હિસાબી વિગતો અને અન્ય દસ્તાવેજી પુરાવાઓના આધારે એવો મુદ્દો રજૂ કરવામાં આવ્યો છે કે સંબંધિત નાણાકીય વ્યવહારો પૂર્ણ થઈ ગયા હતા. આ દાવાની સત્યતા અને તેની કાયદાકીય અસર અંગેનો નિર્ણય હાઈકોર્ટ અને અંતે ટ્રાયલ દરમિયાન પુરાવાના મૂલ્યાંકનના આધારે થશે જો બચાવ પક્ષના આ દાવાઓમાં તથ્ય હશે તો આ કેસ માત્ર કથિત છેતરપિંડીનો નહીં રહે, પરંતુ ગેરકાયદેસર વ્યાજખોરી, આર્થિક દબાણ અને ફોજદારી કાયદાના સંભવિત દુરુપયોગના ગંભીર પ્રશ્નો પણ ઊભા કરશે, તથા આરોપીની ફરિયાદથી ફરિયાદી ખુદ શંકા ના ડાયરામાં....
સેશન્સ કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી નામંજૂર થયા બાદ બચાવ પક્ષે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ પણ રજૂઆતો કરીને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી હોવાનું બચાવ પક્ષ જણાવે છે.
એક પત્રકાર તરીકે સૌથી મોટો પ્રશ્ન એ નથી કે ફરિયાદ કોણે કરી અને આરોપી કોણ છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું તપાસ માત્ર ફરિયાદમાં કરાયેલા આક્ષેપો પૂરતી મર્યાદિત રહેશે કે પછી બચાવ પક્ષે રજૂ કરેલા બેંક વ્યવહારો, દસ્તાવેજી પુરાવા, ડિજિટલ રેકોર્ડ, પારિવારિક સંબંધોની પૃષ્ઠભૂમિ અને ગેરકાયદેસર વ્યાજખોરીના આક્ષેપોની પણ સમાન ગંભીરતા અને નિષ્પક્ષતા સાથે તપાસ કરવામાં આવશે?
સમાજ માટે પણ આ કેસ એક મહત્વનો પાઠ છે. FIR નોંધાવવી કોઈપણ નાગરિકનો કાયદેસર અધિકાર છે, પરંતુ FIR અંતિમ સત્ય નથી. એટલું જ સાચું એ પણ છે કે બચાવ પક્ષ દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓને પણ કાયદાની સમાન દૃષ્ટિએ તપાસવાનો અધિકાર છે.
આ કેસમાં આખરે કોણ સાચું અને કોણ ખોટું તે નક્કી કરવાનું કામ સોશિયલ મીડિયા, જાહેર ચર્ચા કે અખબારોનું નથી. તે કામ તપાસ એજન્સીઓ અને નામદાર અદાલતનું છે. પરંતુ જ્યાં બચાવ પક્ષ ગંભીર દસ્તાવેજી પુરાવા હોવાનો દાવો કરે છે, ત્યાં તે તમામ પુરાવાઓની પણ નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ થવી એટલી જ જરૂરી છે જેટલી ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની.
કારણ કે કાયદાનો હેતુ માત્ર આરોપી શોધવાનો નથી, પરંતુ સાચા દોષિત સુધી પહોંચવાનો છે. અનેકારણ કે કાયદાનો હેતુ માત્ર આરોપી શોધવાનો નથી, પત્રકારિતાનો ધર્મ કોઈ પક્ષનો ચુકાદો લખવાનો નહીં, કરવાનો છે. પરંતુ સાચા દોષિત સુધી પહોંચવાનો છે. અને પરંતુ સત્ય સુધી પહોંચવાના માર્ગને પ્રકાશિત

 

(7:47 PM IST)