<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

ચોટીલાના પીયાવામાં આખો પરિવાર દારૂની હેરાફેરી કરતા ઝડપાયો

ચોરખાનુ બનાવીને દારૂની લે-વેચ કરતા'તાઃ કાર સહિત રૂા.૩.૨૫ લાખનો મુદામાલ જપ્‍ત

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ, તા.૭: સુરેન્‍દ્રનગર ચોટીલાના પીયાવા ગામ નજીક પોલીસને ગુમરાહ કરવા આરોપી પરીવાર સાથે કારમાં બેસી નિકળેલ જે કારમાંથી ઇંગ્‍લીશ દારૂની બોટલો નંગ-૨૧૧ કિ.રૂ.૪૬,૨૪૫ મળી કુલ રૂ.૩,૨૫,૨૪૫ ના મુદ્દામાલ સાથે એક મહીલા તથા બે પુરૂષને રાજકોટ રેન્‍જ ટીમે ઝડપી લીધેલ છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક  નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્‍જ હસ્‍તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રોહિબીશન તથા જુગારની પ્રવળતિ કરનારા ઇસમોને શોધી કાઢી તેઓ વિરુધ્‍ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્‍વયે રાજકોટ રેન્‍જના પોલીસ ઇન્‍સપેક્‍ટર શ્રી અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્‍જના પોલીસ સબ ઇન્‍સપેક્‍ટર  પી.એન.મોરી,  બી.સી.મીયાત્રા,    શ્રી સી.એમ. કાંટેલીયા તથા સ્‍ટાફ દ્વારા આવા ઇસમોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ, હ્યુમનસોર્સ તથા ટેકનીકલ એનાલીસીસ કરી રહેલ હતા.

દરમ્‍યાન વકારભાઇ આરબ તથા નિકુલભાઇ પંપાણીયા નાઓને મળેલ ચોકકસ હિકકત આધારે P.S.I. શ્રી બી.સી.મીયાત્રા  તથા સ્‍ટાફના માણસોઓએ પોલીસને ગુમરાહ કરવા પરીવાર સાથે નિકળેલ આરોપી (૧) સોહનરામ ગણેશરામ પરમાર (ર) કળણાલ સોહનલાલ પરમાર તથા (૩) રેખાબેન સોહનલાલ પરમાર રહે.બધા હરીઓમનગર-પ, ન્‍યુ કોસાડ રોડ, સુરત વાળાઓને પોતાના હવાલાવાળી કાર રજી.નં. GJ-21-BC-1182 માં અલગ-અલગ બ્રાન્‍ડની ઇંગ્‍લીશ દારુની બોટલ નંગ-૨૧૧ કિ.રૂ.૪૬,૨૪૫/- તથા અન્‍ય મુદ્દામાલ મળી કુલ રૂ.૩,૨૫,૨૪૨/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી ચોટીલા પો.સ્‍ટે. ખાતે ફરીયાદ દાખલ કરાવેલ છે તેમજ સદરહુ દારૂનો જથ્‍થો ભરી આપનાર હરીશ મેવાડા રહે. રાજસ્‍થાન તથા માલ મંગાવનાર વિશાલ રહે. ગોંડલ તમામ વિરુધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરીયાદ આપેલ છે.

આ કામગીરી પોલીસ ઇન્‍સ્‍પેકટર અપૂર્વ પટેલ, પોલીસ સબ ઇન્‍સપેક્‍ટર  પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા એ.એસ.આઈ. વકારભાઇ આરબ, હેઙકોન્‍સ. રસીકભાઇ પટેલ, પો.કોન્‍સ. નિકુલભાઇ પંપાણીયા, ફતેસિંહ પરમાર તથા ડ્રા.સાહીલભાઇ ખોખર, દેવશીભાઇ દ્વારા કરવામા આવેલ છે.

(1:19 PM IST)