News of Wednesday, 29th April 2026
કેશોદમાં ચૂંટણી પરિણામો જાહેર થતાં ચૂંટાયેલા ઉમેદવારોના મન હળવા અને કદ મોટા થયા! : ‘રામ ભરોસે' ચૂંટાયેલા નવા ચહેરાએ એ કામ કરવા પડશે
પ્રવર્તમાન ચૂંટણીમાં મત તો આપી દીધા પણ, ચૂંટાયેલા મોટાભાગના અજાણ્યા ઉમેદવારો કે જેને મતદારો ઓળખતા પણ નથી !! પાલિકામાં ભાજપ પાસે ચૂંટાયેલા ૩૩ તથા કોંગ્રેસ પાસે માત્ર ૩ ઉમેદવારોનું સંખ્યા બળ, આમ આદમી પાર્ટી આઉટ : તાલુકા પંચાયતમાં ભાજપને ૧૦, કોંગ્રેસને ૬ બેઠક તથા પાલિકા કે પંચાયતમાં એક પણ બેઠક મેળવી ન શકનાર આમ આદમી પાર્ટી ની ૧ બેઠક સાથે એન્ટ્રી ! : જિલ્લા પંચાયત ની ચારે બેઠકો ભાજપના ફાળે : ૧ બેઠક

( સંજય દેવાણી દ્વારા )કેશોદઃ તા.૨૯: કેશોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ગત રવિવારે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિણામો અંગે ભારે ઉચાટ અને ઉલઝન વચ્ચે ગઈકાલે ચૂંટણીના પરિણામો જાહેર થતાં ની સાથે જ ચૂંટાયેલા ઉમેદવારોના મન હળવા તથા રાજકીય કદ મોટા થઈ ગયા ! અત્રે નોંધનીય છે કે, આ ચૂંટણીમાં મોટાભાગના ‘નવા ચહેરા' ચુંટાઈ આવેલ છે.
ચૂંટણી પરિણામો જાહેર થતાં જ છેલ્લા એકાદ માસથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના વાગી રહેલ પડધમ વાજા શાંત થયેલ છે. ઙ્કવર્તમાન ચૂંટણી કેશોદ વિધાનસભા મતવિસ્તાર સાથે સંબંધ ધરાવે છે ત્યાં સુધી ભૌગોલિક રીતે ૯ વોર્ડ નું સીમાંકન ધરાવતી સ્થાનિક નગરપાલિકા ની કુલ ૩૬ બેઠકોની તથા ૫૩ ગામડા નું પ્રતિનિધિત્વ કરતી કેશોદ તાલુકા પંચાયત ની અગતરાય, અજાબ -૧, અજાબ -૨, બડોદર, બાલાગામ, બામણાસા, કરેણી, કેવદ્રા ખમીદાણા, ખીરસરા, માણેકવાડા, મેસવાણ, મોટી ધંસારી, મોવાણા, પાડોદર, પાણખાણ, રંગપુર અને સોંદરડા મળી કુલ ૧૮ બેઠકની તેમજ જિલ્લા પંચાયતની કેશોદ તાલુકાના અગતરાય, અજાબ, બાલાગામ અને મેસવાણ મળી કુલ ૪ બેઠકની ચૂંટણી યોજવામાં આવેલ.
ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના ત્રિપાંખિયા વચ્ચે પ્રવર્તમાન ચૂંટણીમાં સ્થાનિક નગરપાલિકા માં ૯૨, તાલુકા પંચાયતમાં ૫૮ જિલ્લા પંચાયત માં ૧૩ મળી કુલ ૧૬૩ ઉમેદવારોએ ઝંપલાવેલ હતું. જેમાં ચૂંટાયેલા ૫૭ ઉમેદવારો સત્તાની ખુરશી પર બેસવા અતુર બનેલ છે જ્યારે ચૂંટણીમાં પરાજીત થયેલા ૧૦૬ ઉમેદવારો ઘણા દિવસો બાદ આજથીજ અંતે પોતાના કામ ધંધે લાગી ગયેલ છે !
સ્થાનિક નગરપાલિકા ચૂંટણીની સ્થિતિ જોઈએ તો અહીંયા ભાજપના ૩૫ , કોંગ્રેસના ૩૩ તથા આમ આદમી પાર્ટીના ૨૪ ઉમેદવારો ચૂંટણી લડી રહેલા હતા. વોર્ડ નંબર ૮ ની એક બિનહરીફ થયેલ બેઠક ભાજપના ફાળે જતા બાકી રહેલ ૩૫ બેઠક માટે ની ચૂંટણી પ્રક્રિયા યોજાયેલ હતી. જેમાં ભાજપનો દબદબો યથાવત રહેલ છે. પાલિકાની કુલ ૩૬ માંથી ૩૩ બેઠકો મેળવવામાં ભાજપ સફળ રહેલ છે. જ્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસને એકમાત્ર વોર્ડ નંબર ૨ માંથી ફક્ત ૩ બેઠક મળેલ છે. જ્યારે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એ પોતાનું ખાતું જ ખોલાવી શકેલ નથી.
વોર્ડ નંબર ૧, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯ માં ભાજપે પેનલ ટુ પેનલ અર્થાત કુલ નવ વોર્ડ માંથી આઠ વોર્ડમાં ૩૨ બેઠકો હાંસલ કરેલ છે. જ્યારે વોર્ડ નંબર ૨ માં કોંગ્રેસના ફાળે ૩ બેઠકો તથા ભાજપના ફાળે ૧ બેઠક આવેલ હતી. માત્ર એક વોર્ડ નંબર૨ ની ત્રણ કોંગ્રેસને મળેલ બેઠકો બાદ કરતાં નવ માંથી કુલઆઠ બેઠક પરથી લગાતાર ભાજપની ‘જોળી' માં ૩૨ તથા વોર્ડ નંબર બે ની એક મળી કુલ ૩૩ બેઠકો આવેલ છે. આ સાથે આપના ૨૪ ઉમેદવાર માંથી એક પણ ઉમેદવાર સફળ થઈ શકે નથી.
પ્રાપ્ત માહિતી મુજબ ભાજપ માથી કુલ મતો સાથે ચૂંટાયેલા ઉમેદવારોમાં વોર્ડ નંબર ૧ માથી (૧) ભારતીબેન કામરીયા - ૨૪૭૬ મત (૨) કુસુમબેન વણપરીયા - ૨૭૫૪ મત , (૩) પાર્થ ભાઈ ધુડા - ૨૪૧૮ મત (૪) મેહુલભાઈ ગોંડલીયા - ૩૦૦૩ મત વોર્ડ નંબર ૨ માં (૫) રજીયાબેન મહીડા -૧૨૪૨ મત, વોર્ડ નંબર ૩ મા (૬) હેતલબેન માવદીયા - ૧૬૫૬ (૭)માલીબેન ઓડેદરા - ૧૯૯૬ મત (૮) નીતિનભાઈ ચિત્રોડા - ૨૦૭૪ મત (૯) રૈયા ભાઈ સિંધલ - ૧૮૫૯ મત , વોર્ડ નંબર ૪ માંથી (૧૦) માધુરીબેન પારઘી - ૧૩૩૭ મત (૧૧) પારુલ બેન દવે - ૧૬૦૭ મત (૧૨) પિયુષભાઈ કરમટા - ૧૪૦૨ મત (૧૩) રાજેશભાઈ હડિયા - ૧૪૩૭ મત , વોર્ડ નંબર ૫ માંથી (૧૪) પ્રતીક્ષાબેન દેવળીયા - ૧૨૮૬ મત (૧૫) બીનાબેન ઠુંબર - ૧૪૫૯ મત (૧૬) વિકાસભાઈ બડવા - ૧૨૧૭ મત (૧૭) અજય ભાઈ કોટક - ૧૬૨૭ મત , વોર્ડ નંબર ૬ માંથી (૧૮) ભારતીબેન સાંગાણી - ૨૧૭૩ મત (૧૯) પાયલબેન કાલરીયા - ૨૧૩૦ મત (૨૦) વિશાલભાઈ સોલંકી - ૨૦૧૯ મત (૨૧) સાગરભાઇ બોરડ - ૨૨૭૭ મત વોર્ડ નંબર ૭ (૨૨) જલ્પાબેન ડોબરીયા - ૧૫૯૨ મત (૨૩) દક્ષાબેન ઘોડાસરા - ૧૫૩૩ મત (૨૪) પ્રકાશભાઈ વ્યાસ - ૧૨૪૨ મત ( ૨૫) નિરવભાઈ કરડાણી - ૧૪૬૪ મત વોર્ડ નંબર ૮ માંથી (૨૬) ભાવનાબેન મુછાળ - બિન હરીફ (૨૭) ચંદ્રિકાબેન ભોપાળા - ૨૧૩૫ મત (૨૮) મહેશભાઈ પરમાર ラ ૧૯૮૩ મત (૨૯) જયદીપભાઇ સાવલિયા ラ૨૦૯૫ મત વોર્ડ નંબર ૯ માંથી (૩૦) દક્ષાબેન ભરડા - ૧૯૪૨ મત (૩૧) નીરૂબેન કોડીયાતર - ૧૯૮૨ (૩૨) જયેશ ગીરી ગોસ્વામી - ૧૯૧૪ મત (૩૩) રોહનભાઈ ચાવડા - ૧૬૪૪ મત નો સમાવેશ થાય છે.
જ્યારે કોંગ્રેસમાંથી કુલ મતો સાથે ચૂંટાયેલા ઉમેદવારોમાં વોર્ડ નંબર ૨ માંથી ( ૧) સુહાનાબેન મહિડા - ૧૨૫૬ મત (૨) અજીતસિંહ વેગડ - ૧૪૨૦ મત (૩) અમીનભાઇ મહીડા - ૧૫૭૩ મત નો સમાવેશ થાય છે.
દરમિયાન કેશોદ તાલુકા પંચાયતની ચૂંટણી માં પણ ભાજપને એક બેઠક વધુ સાથે બહુમતી મળેલ છે. કુલ ૧૮ બેઠકમાંથી ભાજપને ૧૦ કોંગ્રેસને ૬ તથા આમ આદમી પાર્ટીને ૧ અને કોંગ્રસને ૧ બેઠક મળેલ છે. આમ બે બેઠક સાથે સૌ પ્રથમ વખત આમ આદમી પાર્ટી એ તાલુકા પંચાયત માં પગ પેસારો કરેલ છે . જ્યારે જિલ્લા પંચાયતમાં ચારેય બેઠકો ભાજપના ફાળે ગયેલ છે. અત્રે નોંધનીય છે કે, તાલુકા પંચાયતમાં અજાબ -૧ તથા ૨, કરેણી, ખમીદાણા, પાડોદર, માણેકવાડા, મોટી ધંસારી સહિત કુલ આઠ બેઠકો કોંગ્રેસ પાસે હતી જે પ્રવર્તમાન ચૂંટણીમાં બે બેઠક કોંગ્રેસને જવા પામેલ છે જ્યારે જિલ્લા પંચાયતમાં ચારેય બેઠક પર ભાજપનો વિજય થયેલ છે. અગતરાય તથા અજાબ ની બેઠક પણ કોંગ્રેસ પાસે હતી. એ બેઠક પણ ભાજપ કે ચૂંટણી લીધેલ છે. આમ પાલિકા ઉપરાંત તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસને ફટકો પડેલ હોવાનું જાણવા મળેલ છે. જાણકારો કહે છે કે ભાજપ ટીમ વર્ક તથા માઈક્રો પ્લાનિંગ ભાજપને સફળતા અપાવવામાં કામ કરી ગયું , જે બાબતેનો કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી માં અભાવ જોવા મળેલ હતો.
આ વિસ્તારમાં ત્રણ ત્રણ પક્ષો ચૂંટણી લડતા હોવા છતાં મતદાન ગત ચૂંટણી થી પણ બે-ત્રણ ટકા ઓછું થવા પામેલ હતું. આમ કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી મતદારોને મતદાન મથક સુધી ખેંચવામાં પણ નિષ્ફળ રહેલા જણાવતા હતા. કોંગ્રેસ તથા આમદની તરફથી ચૂંટણીની સ્લીપો પણ મતદારો સુધી પહોંચી ન આ ચૂંટણીમાં લગભગ તમામ નવા ચહેરાવો ઉમેદવાર તરીકે હતા.
ખાસ કરીને ૯ થી ૧૦ જેટલા રીપીટ બાદ કરતા ભાજપે અસંતુષ્ઠો ની નારાજગી વચ્ચે પણ નવા ચહેરાઓ ચૂંટણી મેદાનમાં ઉતારવાનો પ્રયોગ સફળ બનેલ છે.
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
