તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Friday, 29th May 2026
આણંદ પાસે બોટાદના ડીવાયએસપીને કારમાં ઝોકું આવી જતા અકસ્માત : બે ના મોત
ડીવાયએસપી અઝીઝ એ. સૈયદ કારમાં જઇ રહયા હતા ત્યારે સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા રોડ ઉપર શેરડીનો રસ પી રહેલા પ વ્યકિતઓને હડફેટે લીધા : પોતાને પણ ઇજાગ્રસ્ત સારવાર માટે ખસેડાયા

બોટાદ, તા., ર૯: બોટાદના ડીવાયએસપી અઝીઝ એ.સૈયદને કારમાં ઝોકુ આવી જતા આણંદ પાસે પ વ્યકિતઓને હડફેટે લેતા ર વ્યકિતઓના મોત થયા છે. જયારે ૩ વ્યકિતઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે આણંદની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં ડીવાયએસપી અઝીઝ એ.સૈયદને પણ ઇજા પહોંચતા તેમને પણ સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ડીવાયએસપી અજીજ સૈયદ આણંદ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક ઝોકું આવી જતાં કાર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠી હતી અને રસ્તા પર શેરડીનો રસ પી રહેલા પાંચ લોકોને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બે વ્યક્તિઓએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો અને શેરડીનો રસ કાઢવાનું કોલુ (ક્રશર) પણ દુર સુધી ફંગોળાઇ ગયું હતું. આ અકસ્માત ગઇકાલે સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે આણંદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દેવાયા છે.
આણંદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ડીવાયએસપીની મેડિકલ તપાસ સહિત અકસ્માતના ચોક્કસ કારણો અંગે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
