News of Monday, 16th November 2026
જામનગરની મેડીકલ કોલેજના ડો. ગોૈરવ ચોટલીયાની સંશોધન ક્ષેત્રે સિધ્ધી એમડી થિસિસનું આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશન

રાજકોટ તા. ૧૬: જામનગરની શ્રી એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગના તબીબ ડો. ગૌરવ વી. ચોટલિયાની એમ.ડી.ની થિસિસનું પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંશોધન જર્નલ BMC Infectious Diseases માં -કાશન થતાં જામનગરના તબીબી અને શૈક્ષણિક ક્ષેત્રમાં ગૌરવની લાગણી પ્રસરી છે.
તેમના સંશોધનનો વિષય Prevalence of ESBL-producing Escherichia coli in urinary tract infections and their in-vitro susceptibility to Fosfomycin: a tertiary care experience હતો. આ સંશોધનમાં ડૉ. ગૌરવ વી. ચોટલિયા સાથે ડૉ. ક્રુણાલ ડી. મહેતા, ડૉ. વૈભવકુમાર એન. શ્રીવાસ્તવ અને મોહિલ કરંગિયા સહલેખક તરીકે જોડાયા હતા. આ સંશોધન પヘમિ ગુજરાતની તૃતીય કક્ષાની આરોગ્ય સંસ્થામાં ૨,૪૦૦ પેશાબના નમુનાઓના અભ્યાસ પર આધારિત હતું. અભ્યાસમાં પેશાબના ચેપ માટે જવાબદાર E. coli બેક્ટેરિયામાં ૩૭.૧૨ ટકા ESBL ઉત્પાદન જોવા મળ્યું હતું. જ્યારે ESBL ઉત્પન્ન કરતા બેક્ટેરિયામાં ફોસ્ફોમાયસિન દવા પ્રત્યે ૮૫.૩૩ ટકા સંવેદનશીલતા જોવા મળી હતી.
આ સંશોધન એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) એટલે કે એન્ટિબાયોટિક દવાઓ સામે બેક્ટેરિયામાં વધતા પ્રતિકાર જેવી વૈશ્વિક આરોગ્ય સમસ્યાના સંદર્ભમાં મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને દવા-પ્રતિરોધક બેક્ટેરિયાના કારણે પેશાબના ચેપની સારવારમાં ઊભા થતા પડકારો અને ઉપલબ્ધ દવાઓની અસરકારકતા અંગે આ અભ્યાસ સ્થાનિક સ્તરે વૈજ્ઞાનિક માહિતી પુરી પાડે છે. એમ.ડી.ના અભ્યાસ દરમિયાન તૈયાર કરેલી થિસિસને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત જર્નલમાં સ્થાન મળવું એ સંશોધનક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ છે. આ સિદ્ધિ તબીબી વિદ્યાર્થીઓ અને યુવા સંશોધકોને અભ્યાસકાળ દરમિયાન જ ગુણવત્તાસભર સંશોધન કરવા અને સમાજ તથા દર્દીઓના હિતમાં વૈજ્ઞાનિક યોગદાન આપવા માટે પ્રેરણા પુરી પાડે છે. આ સિદ્ધિ બદલ ડો. ગોૈરવને શુભેચ્છાઓ મળી રહી છે.
(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
