News of Thursday, 28th May 2026
ચોમાસાની પૂર્વ તૈયારીને લઈ પોરબંદર મહાનગરપાલિકામાં ડિઝાસ્ટર સમીક્ષા બેઠક યોજાઈ
મેયર સાગરભાઈ મોદીના અધ્યક્ષસ્થાને વિવિધ વિકાસકાર્યો અને પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષાઃ જર્જરીત મકાનો, પાણી નિકાલ અને નાગરિક ફરિયાદો-પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે અધિકારીઓને અપાઈ સૂચના

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૮: પોરબંદર મહાનગરપાલિકાના મેયરશ્રી સાગરભાઈ મોદીના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાના સભાખંડ ખાતે ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ડિઝાસ્ટર સંબંધિત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ડેપ્યુટી મેયરશ્રી મનિષભાઈ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી વિક્રમભાઈ ઓડેદરા તથા નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી મનન ચતુર્વેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન શહેરમાં ચાલી રહેલી પ્રિ-મોન્સુન કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. મેયરશ્રીએ મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ અને વોર્ડ એન્જિનિયરો સાથે પરિચય બેઠક યોજી શહેરના વિવિધ વોર્ડમાં ચાલી રહેલા વિકાસકાર્યો અંગે માહિતી મેળવી હતી. શહેરમાં ચાલી રહેલા મહત્વપૂર્ણ વિકાસકાર્યો જેમ કે એમ.ઈ.એમ. સ્કૂલ, સ્ટેટ લાઈબ્રેરી, નવી લાઈબ્રેરી, સ્મશાનભૂમિ વિકાસ, ગાર્ડન સુવિધાઓ, સ્ટ્રીટલાઈટ વ્યવસ્થા, સ્ટોર્મ વોટર ડ્રેનેજ અને ખાપટ વોર્ડ ઓફિસ, રોડ રસ્તા સહિતના કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. મેયરશ્રીએ તમામ એન્જાિનિયરોને પોતાના વિસ્તારમાં કોર્પોરેટરોના સંકલન સાથે આયોજનબદ્ધ રીતે કામગીરી કરવા સૂચના આપી હતી. ઉપરાંત નાગરિકો તરફથી મહાનગરપાલિકામાં દરરોજ નોંધાતી ફરિયાદોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. મેયરશ્રીએ ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે નાગરિકોની ફરિયાદોનો ઝડપી અને અસરકારક નિકાલ થાય તે માટે અધિકારીઓએ વધુ જવાબદારીપૂર્વક કામગીરી કરવી જરૂરી છે. ચોમાસા દરમિયાન શહેરમાં કોઈ અનિચ્છનીય દુર્ઘટના ન સર્જાય તે માટે જર્જરીત અને જોખમી મકાનો અંગે વિશેષ સાવચેતી રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જ વરસાદી પાણીના નિકાલ માટે દરેક વોર્ડમાં યોગ્ય પૂર્વ તૈયારી કરવામાં આવે, ક્યાંય પાણી ભરાવાની સમસ્યા ઊભી ન થાય અને ડ્રેનેજ વ્યવસ્થા સક્રિય રહે તે માટે તાકીદ કરવામાં આવી હતી. મેયરશ્રી સાગરભાઈ મોદીએ દરેક વોર્ડ એન્જાિનિયરને પોતાના વિસ્તારમાં નિયમિત મોનીટરીંગ કરી આયોજનબદ્ધ રીતે કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું.
નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી મનન ચતુર્વેદીએ પણ તમામ એન્જાિનિયરોને ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી સક્રિયતા અને જવાબદારી સાથે કામગીરી કરવા સૂચન કર્યું હતું. બેઠકમાં શહેરના વિકાસકાર્યોને વધુ ગતિ આપવા તેમજ ચોમાસા દરમિયાન નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા જરૂરી તમામ તૈયારીઓ સુનિヘતિ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
વોર્ડ એન્જિનિયરોને કોર્પોરેટરો સાથે સતત સંકલનમાં રહી કામગીરી કરવા સૂચના
મેયરશ્રી સાગરભાઈ મોદીએ તમામ વોર્ડ એન્જિનિયરોને પોતાના વોર્ડના કોર્પોરેટરો સાથે સતત સંકલનમાં રહી કામગીરી કરવા ભારપૂર્વક સૂચના આપી હતી. ઉપરાંત ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે દરેક વોર્ડમાં પ્રિ-મોન્સુન સર્વે કોર્પોરેટરોને સાથે રાખી સંયુક્ત રીતે (જોઈન્ટ સર્વે) હાથ ધરવા પણ તાકીદ કરવામાં આવી હતી, જેથી સ્થાનિક સ્તરે રહેલી સમસ્યાઓનો સમયસર નિકાલ કરી શકાય અને ચોમાસા દરમિયાન નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે રીતે કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
