News of Saturday, 2nd May 2026
ધોરાજીના વેપારીને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવ્યા
એકાંતમાં વાડીએ બોલાવી વેપારીને મારમારી નગ્ન કરી વિડીયો ઉતારી ‘તે મારા ભત્રીજા સાથે રેપ કરેલ છે તેમ કહી' વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી એક લાખ ગુગલ પે મારફતે પડાવી લીધાઃ બે મહિલા સહીતની ટોળકી સામે ફરીયાદ વેપારી સાથે નગ્ન થનાર આરોપી ચીરાગ પટેલે દવા પી ગયેલ છે તેમ કહી ટોળકીએ વેપારી પાસેથી વધુ અઢીથી ત્રણ લાખની માંગણી કરતા અંતે પોલીસમાં ફરીયાદ કરી

રાજકોટ તા. રઃ ધોરાજીના વેપારી પાસેથી રૂપિયા પડાવવા હનીટ્રેપમાં ફસાવી એક લાખ પડાવી લેનાર બે મહિલા સહિતની ટોળકી સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.
મળતી વિગતો મુજબ ધોરાજીના વેપારી પારસભાઇ પરષોતમભાઇ સોજીત્રા રહે. હીરપરા વાડી, રાજાણી વાડી ગલીમાં ભાડેથી ધોરજીએ આરોપી (૧) ચીરાગ પટેલ, (ર) નિંકુજ પટેલ, (૩) પ્રતિક નટવરલાલ ગજેરા તથા (૪) રઘુ રાઠોડ તથા બે અજાણી મહિલા સામે ધોરાજી સીટી પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ ફરીયાદી પાસેથી મોટી રકમ પડાવવા માટે અગાઉથી કાવતરૂ રચી આરોપી નં. (૧) એ સ્પેશિયલ સાથે મુલાકાત કરાવવાના બહાને ફરીયાદીને એકાંતમાં વાડીએ મળવા બોલાવી, આરોપી (૧) એ પોતાને તથા ફરીયાદીને નગ્ન હાલતમાં કરી ફરીયાદી કાંઇ સમજે તે પહેલા આરોપી (ર) તથા (૩) તથા (૪) એ આવી તે પૈકી આરોપી નં. (ર) તથા (૩) એ ફરીયાદીને ધકકો મારી ખાટલા પર પછાડી ફરીયાદીનો મોબાઇલ તથા ગાડીની ચાવી જુટી લઇ ફરીયાદીના કપડા ઉતારી નગ્ન કરી મોબાઇલમાં ફરીયાદીનો વિડીયો ઉતારી, ગાળો આપી, ઢીંકા પાટુ તથા ટયુબલાઇટથી માર મારી ‘‘તેં મારા ભત્રીજા સાથે રેપ કરેલ છે. મેં હમણા મોટા સાહેબને ફોન કરી દિધેલ છે તને પોલીસ સ્ટેશને નાગો લઇને જાવાનો છે. અમે આ વિડીયો આખા ધોરાજીમાં વાયરલ કરી દઇશ.'' તેવી આરોપી નં. (ર) એ ફરીયાદીને ધમકી આપી, માર મારતા મારતા આરોપી નં. (ર) તથા (૩) એ ફરીયાદીના પર્સમાંથી રૂપિયા ૧પ૦૦/- લૂંટી લઇ ત્યારબાદ આરોપી (૪) એ સમાધાન કરાવવાની વાત કરી રૂપિયા ૮૦ હજારની માંગણી કરી તે વખતે આરોપી નં. (પ) તથા (૬) (બે અજાણી મહિલા) એ આવી વધુ પૈસા પડાવવાની વાત કરી તમામ લોકોએ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા ફરીયાદીને ભયમાં મુકી ફરીયાદી પાસેથી રૂ. ૧,૦૦,૦૦૦/- (એક લાખ) ગુગલ પે મારફતે ઓનલાઇન ટ્રાન્સફર કરાવી, બળજબરીથી રૂપિયા કઢાવી ‘‘જો તું કોઇને આ બનાવની વાત કરશી તો જાનથી મારી નાખીશું'' તેવી ધમકી આપી ફરીયાદી પાસેથી બળજબરીથી રૂપિયા કઢાવવા ફરીયાદીને ગેરકાયદેસર અટકાયતમાં રાખી ત્યારબાદ વધુ પૈસા પડાવવા આરોપી નં. (ર) એ ફરીયાદીને ડરાવેલ કે ‘‘ચીરાગ પટેલ દવા પી ગયેલ છે અને હોસ્પીટલમાં દાખલ છે) અઢી થી ત્રણ લાખનો ખર્ચો છે. ઇ તમારી આપવા પડશે. નહીંતર અમે તમારી ઉપર પોલીસ કમ્પ્લેઇન કરી નાખશું.'' તેમ ધમકાવી આરોપી નં. (૪) એ ફરીયાદીને દવાનું અને એમ્બ્યુલન્સનું બીલ વોટ્સએપ્સમાં મોકલાવી ફરીયાદીને ડરાવી ધમકાવી ફરીયાદી પાસેથી વધુ પૈસા પડાવવાનો પ્રયત્ન કરતા અંતે પોલીસમાં ફરીયાદ કરી હતી.
આ ફરીયાદ અન્વયે ધોરાજી પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
