<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th October 2026

વિસાવદરથી સુરતની એસ. ટી. બસ ચાલુ કરવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવીને રજુઆત કરતા પ્રદેશ યુવા મોરચાના પ્રભારી કિરીટ પટેલ

મુસાકરોને અનુકૂળ સમય અને રૂટ નક્કી કરી બસ સેવા વહેલીતકે શરૂ કરવા જરૂરી કાર્યવાહી કરવા માંગણી કરેલ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : જૂનાગઢ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રભારી જિલ્લા બેન્કના ચેરમેન કિરીટભાઈ પટેલને વિસાવદર શહેર તથા તાલુકાની જનતા વતી રજુઆત મળતા તુરત જ ગુજરાતના  નાયબ મુખ્યમંત્રી અને પરિવહન મંત્રી હર્ષભાઈ સંધવી ગુજરાત રાજય, ગાંધીનગરને પત્ર લખી વિસાવદરથી સુરત 2x2 લકઝરી તથા સ્લીપર એસ.ટી. બસ સેવા શરૂ કરવા રજુઆત કરેલ છે.
આ અંગેની વિગત એવા પ્રકારની છે કે, વિસાવદર તથા ભેંસાણ તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો રોજગાર, વેપાર, અભ્યાસ, આરોગ્ય તેમજ અન્ય કામકાજ માટે સુરત અવરજવર કરતા હોય છે તેમને આટલો મોટો તાલુકો હોવા છતાં એકપણ એસ. ટી.બસની સુવિધા ન હોય તેમની સુવિધા માટે નીચે મુજબની એસ.ટી. બસ સેવા શરૂ કરવા રજુઆત કરેલ છે જેમાં (૧) વિસાવદરથી સવારે ઉપડી સાંજે સુરત પહોંચે તેવી 2+2 લકઝરી બસ.તથા (૨) વિસાવદર ધી સુરત માટે રાત્રી મુસાફરીની સ્લીપર બસ શરુ કરવા રજુઆત કરેલ છે જેમાં જણાવેલ છે કે,અગાઉ શરૂ થયેલી બસ સેવાઓ યોગ્ય સમય અને રૂટના અભાવે બંધ થયેલી હતી. તેથી મુસાકરોને અનુકૂળ સમય અને રૂટ નક્કી કરી ઉપરોકત બંન્ને બસ સેવા વહેલીતકે શરૂ કરવા જરૂરી કાર્યવાહી કરવા માંગણી કરેલ છે.

(12:13 AM IST)