<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

કચ્‍છના ગાંધીધામમાં જાહેર રોડ પર કોથળામાં મૃત વાછરડું ફેંકાયું : લોકોમાં ભારે આક્રોશ

ટાગોર રોડ પર ઘટના બનતા ટોળા એકઠા થયા, પોલીસે તપાસ હાથ ધરી, કોણે ફેંકયું તે અંગે રહસ્‍ય

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૬: શહેરના ટાગોર રોડ ઉપર જાહેરમાં કોથળામાં મળત હાલતમાં વાછરડું ફેંકી દેવાની ઘટનાથી લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. રોડ પર કોથળામાં મળત વાછરડું પડેલું જોઈને આસપાસના લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.

મરેલી હાલતમાં વાછરડું કોણે અને શા માટે ફેંકયું એ વિશે હજુ સુધી કોઈ સ્‍પષ્ટ માહિતી મળી નથી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ તાત્‍કાલિક સ્‍થળ પર દોડી આવ્‍યો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આસપાસના CCTV ફૂટેજ ચકાસવાની કાર્યવાહી શરૂ કરી છે.

જાહેર રોડ પર આ રીતે મળત પશુ ફેંકવાની ઘટનાને પગલે લોકોમાં રોષ જોવા મળ્‍યો હતો. લોકોએ આ પ્રકારનું કળત્‍ય કરનારા સામે કડક કાર્યવાહીની માગ કરી છે.

(1:20 PM IST)