<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

દિકરીએ પ્રેમલગ્ન કરી લેતા ચલાલામાં માતાનો ઝેરી દવા પી લઇને આપઘાત

 

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૪:  ચલાલા દાનેવ સોસાયટીમાં દાનગીગેવ નગરમાં રહેતા અમુબેન દડુભાઈ જેબલીયા ઉ.વ.૫૩ની દિકરીએ પ્રેમ લગ્ન કરી લીધેલ હોય. જેથી આઘાત લાગી આવતા પોતે પોતાની મેળે ઝેરી દવા પી જતા સારવાર દરમ્‍યાન મોત નિપજયાનું પુત્ર દિપુભાઈદડુભાઈ જેબલીયાએ ચલાલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

છેતરપીંડી

રાજુલા તાલુકાના દાતરડી ગામે રહેતા કિશોરભાઈમગનભાઈભીલનો મોબાઈલફોન ગતતા. ૩૧-૧૦-૨૬ના સાંજના અરસામાં અચાનક અપડેટ થવા લાગેલ અને ત્‍યાર બાદ તા. ૧-૧૧-૨૬ના સવારે કિશોરભાઈએ પોતાના બેંક ખાતાનું બેલેન્‍સ તપાસતા તેમના સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડીયા ડુંગર શાખાના બચત ખાતા નં.૩૧૮૫૬૫૪૪૬૮૪માંથી રૂ. ૫૩,૦૦૦ કપાયેલ હોવાનું જણાયેલ હતુ. જે રકમ તા.૩૧-૧૦-૨૬ના સાંજના ૫:૨૪ વાગ્‍યે ગુગલ પે મારફતે યુપીઆઈ ટ્રાન્‍ઝેકશન આઈ.ડી. નં. ૬૩૦૪૩૫૬૫૧૩૨૪થી મી. રાહિલ અહેમદ ભટના નામના બેંક ઓફ મહારાષ્‍ટ્રના ખાતા નં.૬૦૫૯૩૦ ૧૭૮૯૫માં ટ્રાન્‍સફર થયેલ હોવાનું જણાયેલ હતુ. આમ આરોપીએ કિશોરભાઈના મોબાઈલ ફોન અથવા ગુગલપે/યુપીઆઈનો અનધિકળત ઉપયોગ કરી તેમની જાણ કે સંમતિ વિના તેમના બેંક ખાતામાંથી રૂ.૫૩,૦૦૦ની રકમ પોતાના બેંક ખાતામાં ટ્રાન્‍સફર કરી સાયબર ફ્રોડ કરી ગુન્‍હો કર્યાની ડુંગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

દરોડો

અમરેલી જીલ્લામાં પોલીસે જુદા જુદા ૬ સ્‍થળોએ દેશી દારૂના દરોડાઓ પાડીને એક મહિલા સહિત પશખ્‍સોને મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. જેમાં અમરેલી રૂરલ, અમરેલી સીટી, ખાંભા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવીહતી . જયારે જીલ્લામાં પોલીસે જુદા જુદા સ્‍થળેથી ૭ શખ્‍સોને નશો કરેલ હાલતમાં ઝડપી પાડી જેલની હવા ખવડાવી સરભરા કરી હતી. જેમાં અમરેલી સીટી, ચલાલા, લીલીયા અને નાગેશ્રી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(12:19 PM IST)