News of Monday, 6th July 2026
ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ અંતર્ગત લાલપુરમાં વિદ્યાર્થીઓ માટે સાયબર અવેરનેશ સેમિનાર યોજાયો
વિદ્યાર્થિઓને સાયબર અવેરનેસ વિષે માર્ગદર્શન અપાયું અને સાયબર અવેરનેસના ૨૦૦ પેમ્ફલેટસનું વિતરણ કરાયું

જામનગર: પોલીસ મહાનિર્દેશક સી.આઈ.ડી.(ક્રાઇમ અને રેલ્વેઝ) ગુ.રા. ગાંધીનગર તરફથી "Operation SURAKSHIT CYBER SPACE” નામે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હોઈ જે અનુસંધાને નાયબ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ,નિર્લિપ્ત રાય તથા જામનગર પોલીસ વડા ડો.રવિ મોહન સૈનીનાઓએ આપેલ સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગર દ્વારા ડ્રાઈવ અંતર્ગત તા.૦૬/૦૭/૨૦૨૬ ના રોજ સાયબર લગત ગુનાઓ અટકાવવા બાબતે She-Team ને બ્રીફ કરવામાં આવેલ જેમાં "વીર સાવરકર સ્કૂલ” લાલપુર ખાતે વિધ્યાર્થીઑ માટે સાયબર અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવેલ જેમાં વિદ્યાર્થિઓને સાયબર અવેરનેસ વિષે માર્ગદર્શન આપવામાં આવેલ અને સાયબર અવેરનેસના ૨૦૦ પેમ્ફલેટસનું વિતરણ કરવાં આવેલ. આ ક્રાર્યક્રમનું સફળ આયોજન પો.ઇન્સ.શ્રી આઈ.એ.ઘાસુરાની આગેવાની હેઠળ કરવામાં આવેલ છે.
આ સેમીનારમાં લાલપુર ખાતેની "વીર સાવરકર સ્કૂલ” ખાતે વિદ્યાર્થિઓને વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ જેવા કે, વીશીંગ કોલ, ફીશીંગ કોલ, ફેક શોપીંગ વેબસાઇટ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ, મ્યુલ અકાઉન્ટ વિગેરે સાયબર ફ્રોડ વિશે માહીતગાર કરવામાં આવેલ ઉપરાંત ઓનલાઈન સુરક્ષા બાબતે ખાસ ટિપ્સ આપવામાં આવેલ તેમજ સાયબર અવેરનેસ અંગેના ૨૦૦ પેમ્પલેટનુ વિતરણ કરવામા આવેલ.
હતું. આ ક્રાર્યક્રમનું પ્રેઝન્ટેશન "સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન” ના પો.હેડ.કોન્સ. કુલદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
