તા. ૧૬ ઓગષ્ટ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ શુદ-૧૧, શુક્રવાર
News of Sunday, 27th September 2026
કોડીનારના સુગાળા ગામે નાળા નજીક મગર દેખાતા ભયનોમાહોલ :મગરનું રેસ્ક્યૂ થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો
ઘાંટવડ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી : ભારે જહેમત બાદ ટીમે મગરને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરી લીધો

ગીર સોમનાથના કોડીનારના સુગાળા ગામે નાળા નજીક મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. માનવ વસાહત નજીક મગર દેખાતા ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ઘાંટવડ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. વન વિભાગની ટીમે તકેદારીપૂર્વક મગરનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ ટીમે મગરને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરી લીધો હતો. મગરનું રેસ્ક્યૂ થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. માનવ વસાહત નજીક મગર દેખાતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વન વિભાગની ટીમે સતર્કતા દાખવી હતી.
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
