તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Thursday, 23rd July 2026
ભાવનગરમાં ભાજપ કાર્યાલય સામે કોંગ્રેસનો હલ્લાબોલઃ પોલીસ બંદોબસ્ત વચ્ચે કેન્દ્રના શિક્ષણ પ્રધાનના પૂતળાનું દહન ઝપાઝપીઃ ૧૦ની અટક

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૩: શહેરના ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસ દ્વારા આヘર્યજનક હલ્લાબોલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. NEET મુદ્દે સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવા પહોંચેલા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી અને ખેંચતાણ જોવા મળી હતી. આ વિરોધ પ્રદર્શનને પગલે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો છતાં પણ કોંગ્રેસના કાર્યકરો ભાજપ કાર્યાલય પહોંચી પૂતળાનું દહન કર્યું હતું.
ભાવનગરમાં કોંગ્રેસના આક્રમક કાર્યક્રમને ધ્યાનમાં રાખીને શહેર ભાજપ કાર્યાલય તરફ જતા તમામ રસ્તાઓ પર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગ્રામ્યના ડીવાયએસપી, એલસીબી, એસઓજી અને વિવિધ ડિવિઝનનો પોલીસ સ્ટાફ સ્થળ દોડી આવ્યો હતો. ભારે પોલીસ જાપ્તો હોવા છતાં કોંગ્રેસના કાર્યકરો ભાજપ કાર્યાલય નજીક પહોંચી જવામાં સફળ રહ્યા હતા અને ત્યાં પહોંચીને વિરોધ પ્રદર્શન દરમિયાન કેન્દ્રના શિક્ષણમાં મંત્રી ધર્મેન્દ્રપ્રધાનના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીંગાટોળી કરીને અંદાજે ૧૦ જેટલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી. ભાજપ સરકાર શરમ કરો! ધર્મેન્દ્રપ્રધાન રાજીનામું આપોના નારા સાથે વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના મહિલા આગેવાન, દર્શનાબેન જોષી, સોનલબેન પટેલ વિગેરે દ્વારા કોંગ્રેસ દ્વારા સરકાર વિરુદ્ધ શરમ કરો... શરમ કરો... ભાજપ સરકાર શરમ કરો! રાજીનામું આપો... ધર્મેન્દ્રપ્રધાન રાજીનામું આપો! ના નારાઓ સાથે ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ તથા મહેન્દ્રસિંહ ગોહિલ, જયેશભાઈ ભટ્ટ વિગેરે આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
