News of Thursday, 29th October 2026
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક વચ્ચે પાંચસો ગ્રામ કપાત મુદ્દે ખેડૂતોએ હરરાજી અટકાવી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૯: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની વિપુલ આવક વચ્ચે પાંચસો ગ્રામ કપાતનાં મુદ્દે ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી મરચાની હરરાજી અટકાવી છે. ખેડૂતોએ કહ્યુ કે બીજા કોઇ યાર્ડમાં કપાત કરાતી નથી. માત્ર ગોંડલ યાર્ડમાં જ કપાત થાય છે. જે ખેડૂતોને અન્યાય કર્તા છે.
જ્યાં સુધી આ આ પ્રશ્નનનો ઉકેલ નહી આવે ત્યાં સુધી હરરાજી થવા નહી દઇએ. આ લખાય છે ત્યારે રોષે ભરાયેલા ખેડૂતોએ મરચાની હરરાજી અટકાવી દીધી છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
