News of Monday, 16th November 2026
ચોટીલાનું નાની મોલડી ગામ ગોરખધંધાનું હબ! રહેણાક મકાનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો!
નાની મોલડીમાં ઇગ્લીશ દારૂનો જથ્થો અને મુદ્દામાલ પકડાયાના અનેક ગુનાઓ ૨,૫૩૨ નાની બોટલો સહિત રૂ. ૪.૪૭ લાખથી વધુનો મુદ્દામાલ કબજે પરંતું બે આરોપીઓ પોલીસને હાથ લાગ્યા નહીં!

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા, તા.૧૬: ચોટીલા તાલુકાના નાની મોલડી ગામે દારૂના ગેરકાયદે વેચાણ સામે ચોટીલા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આરોપીઓના કબજા-ભોગવટાવાળા રહેણાક મકાનમાંથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના પરઙ્ઘાંતીય વિદેશી દારૂની ૧૮૦ એમ.એલ.ની કંપની સીલબંધ નાની બોટલો નંગ-૨,૫૩૨ મળી આવતા પોલીસ તંત્રએ સમગ્ર જથ્થો કબજે કર્યો છે. કબજે કરાયેલા દારૂની કિંમત રૂ. ૪,૪૭,૪૪૦ આંકવામાં આવી છે.
રાજ્યમાં પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવળત્તિઓને નેસ્તનાબૂદ કરવા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ઇન્ચાર્જ વિજયસિંહ ગુર્જર (IPS) દ્વારા અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક વી.એમ.રબારીના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. સોલંકી દ્વારા પોલીસ સ્ટાફને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ચોટીલા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ કેહાભાઈ મકવાણાને મળેલી બાતમીના આધારે નાની મોલડી ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં મહેન્દ્રભાઈ ઉર્ફે સોમકુભાઈ ગભરૂભાઈ ખાચર રહે. નાની મોલડી તથા જોરૂભાઈ દોલુભાઈ ખાચર રહે. નાની મોલડીના રહેણાક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે સ્થળ પરથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના પરઙ્ઘાંતીય વિદેશી દારૂની ૧૮૦ એમ.એલ.ની કંપની સીલબંધ નાની બોટલો નંગ-૨,૫૩૨, જેની કુલ કિંમત રૂ. ૪,૪૭,૪૪૦ થાય છે, તેવો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે, દરોડા દરમિયાન બંને આરોપીઓ હાજર મળી આવ્યા નહોતા.
આ મામલે બંને આરોપીઓ વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. દારૂનો આટલો મોટો જથ્થો રહેણાક મકાનમાંથી મળી આવતાં પંથકમાં ચકચાર મચી છે.
જો કે દરોડા દરમિયાન હાજર નહીં મળી આવેલા આરોપીઓ વિરૂધ્ધ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ દરોડાની કાર્યવાહીમાં ચોટીલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. બળવંતસિંહ પરમાર, હેડ કોન્સ્ટેબલ કેહાભાઈ મકવાણા, હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈ મેણીયા , કોન્સ્ટેબલ ધરમશીભાઈ રોજાસરા, કોન્સ્ટેબલ રૈયાભાઈ સુસરા અને હરપાલસિંહ રાઠોડ સહિતની ટીમે કામગીરી પાર પાડી હતી.(તસવીરઃ હેમલ શાહ)
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
