News of Wednesday, 29th April 2026
જૂનાગઢમાં ઘર પાસે નહી બેસવાનું કહી બાળક પર હુમલો
સગીરના પિતાની ૪ શખ્સો સામે પોલીસ ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૯: જૂનાગઢમાં ઘર પાસે નહી બેસવાનું કહી બાળક પર હુમલો કરી ઇજા કર્યાની ફરિયાદ સગીરના પિતાએ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગતો એવી છે કે, જૂનાગઢમાં ગ્રોફેડ મિલ પાસે આવેલ વાલ્મિકી વાસમાં રહેતા કાન્તીલાલ દામજીભાઇ મકવાણાના દિકરા નૈત્રીક ઉ.વ.૧૬ને ગઈકાલે નરેશભાઇ ખીમજીભાઇ જેઠવા અને અંકીત નરેશભાઇ જેઠવાએ પોતાના ઘર પાસે નહી બેસવા તથા તેમની બારી સામે નહી બેસવાનુ કહી ઉશ્કેરાય જઇ બન્ને શખ્સે લાકડી વડે તથા શરીરે આડે ધડ ઢીંકા પાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી.
તેમજ ૨ અજાણ્યા શખ્સોએ પણ આવી બાળકને ઢીંકા પાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે સગીરના પિતા કાન્તીલાલ દામજીભાઇ મકવાણાએ કરતા સી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
