<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

મોરબીના રામધન આશ્રમ ખાતે છઠ્ઠ પૂજાની શ્રદ્ધા-ભક્તિભાવ પૂર્વક ઉજવણી

રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં પૂજા કરવામાં આવી : ભક્તો માટે આશ્રમ દ્વારા વ્યવસ્થા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં વેપાર-રોજગાર અર્થે મોટી સંખ્યામાં યુપી અને બિહારના લોકો સ્થાયી થયા છે અને યુપી-બિહારના લોકોમાં છઠ્ઠ પૂજાનું અનેરું મહત્વ રહેલું છે ત્યારે મોરબીના રામધન આશ્રમ ખાતે છઠ્ઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ભક્તિભાવથી બહેનોએ છઠ્ઠ પૂજા કરી પર્વની ઉજવણી કરી હતી.

મોરબીમાં સ્થાયી થયેલા હજારો પરિવારો છઠ્ઠ પૂજા માટે મોરબીના રામધન આશ્રમ પહોંચ્યા હતા છઠ્ઠ પૂજા નિમિતે ૩૬ કલાક નિર્જળા ઉપવાસ કરીને અસ્ત સૂર્ય તેમજ ઉગતા સૂર્યની પૂજા કરવામાં આવી હતી મોરબીના રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં પૂજા કરવામાં આવી હતી ભક્તો માટે આશ્રમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે

(12:46 AM IST)