News of Wednesday, 16th September 2026
વિશ્વપ્રસિદ્ધ તરણેતર મેળામાં ચેકીંગ :ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા 150 ખાણીપીણીના સ્ટોલ્સમાં તપાસ
ગંદકી ફેલાવનાર સામે કાર્યવાહી કરી 120 કિલો વાસી ખોરાક નાશ કરાયો.

સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ ઉમટી પડતા હોય છે. મેળા દરમિયાન લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે તંત્ર સંપૂર્ણપણે સતર્ક બન્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મેળાના પરિસરમાં આવેલા ખાણીપીણીના સ્ટોલ્સ પર અચાનક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેના કારણે અનિયમિતતા આચરતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.
ફૂડ વિભાગની ટીમે મેળામાં ધમધમતા પાણીપુરી, પાઉંભાજી, બરફના ગોલા, ઢોકળા અને ફાસ્ટ ફૂડ સહિતની વિવિધ ખાણી-પીણીની ચીજવસ્તુઓનું વેચાણ કરતા અંદાજે 150 જેટલા સ્ટોલ્સમાં રૂબરૂ જઈને તપાસ કરી હતી. આ દરમિયાન અનેક સ્ટોલ્સ પર સ્વચ્છતાના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા અને અખાદ્ય સામગ્રીનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું હતું.
તપાસ દરમિયાન સ્ટોલ્સમાંથી નુકસાનકારક અને વાસી ખાદ્ય સામગ્રી મળી આવી હતી. પોલીસે અને ફૂડ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને લસણ-મરચાની ચટણી, બફાયેલા બટેકા, વાસી પાઉં તથા અન્ય બગડેલી ચીજવસ્તુઓ સહિત કુલ 120 કિલો જેટલા વાસી અને અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ કર્યો હતો.
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
