<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

લાઠીના ભુરખીયા રોડ પર કારની ઠોકરે ચાવંડના યુવાનનું મોત

મુળ એમપીની ૩૫ વર્ષનો યુવાન દુધ લેવા જતો હતો ત્‍યારે બનાવઃ રાજકોટમાં દમ તોડયોઃ ત્રણ સંતાને પિતાનું છત્ર ગુમાવતાં અરેરાટી

રાજકોટ તા. ૧૬: અમરેલીના લાઠીના ભુરખીયા રોડ પર કરકોલીયાના પાટીયા પાસે કારની ઠોકરે બાઇક ચડી જતાં બાઇકચાલક ચાવંડ ગામે રહેતાં મુળ મધ્‍યપ્રદેશના યુવાનનું ગંભીર ઇજા થતાં મોત થયું છે. દુધ લેવા જતી વખતે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ ચાવંડ ગામે પેન્‍ટાગોન સોલાર ફેક્‍ટરી પાસે રહેતો અને  અને સોલાર કંપનીમાં નોકરી કરતો તેરસીંગ ખેલજીભાઇ શીંગાડ (ઉ.વ.૩૫) નામનો યુવાન ૧૪મીએ મોટરસાઇકલ હંકારીને જતો હતો ત્‍યારે ભુરખીયા રોડ પર કરકોલીયાના પાટીયા પાસે અજાણ્‍યા કારના ચાલકે ઠોકરે ચડાવતાં તે બાઇક સહિત ફેંકાઇ ગયો હતો.

અકસ્‍માત સર્જીકાર ચાલક ભાગે એ પહેલા પકડી લેવાયો હતો. તેરસીંગને ગંભીર ઇજાઓ થતાં અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. મૃત્‍યુ પામનાર તેરસીંગને સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. પોતે પાંચ બહેન અને બે ભાઇમાં નાનો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં લાઠી પોલીસે કાર્યવાહી કરી હતી. 

(11:16 AM IST)