News of Wednesday, 9th September 2026
બોટાદમાં ભાવનગર સર્કલ નજીક એક ગેરેજમાં ચરણ સિંગની હત્યા :સાથે કામ કરતા કારીગરે પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો
ગંભીર ઈજાઓ થતાં તેમને હોસ્પિટલ ખસેડાયા જ્યાં સારવાર દરમિયાન મોત:પોલીસ ઘટનાસ્થળે પહોંચી:મૃતદેહના પોસ્ટમોર્ટમની કાર્યવાહી :આરોપીને ઝડપી પાડવા તપાસ શરૂ

બોટાદ શહેરમાં હત્યાની એક ચકચારી ઘટના સામે આવી છે. શહેરના ભાવનગર સર્કલ નજીક આવેલા એક ગેરેજમાં કામ કરતા ચરણ સિંગ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ચરણ સિંહનું મોત થઈ ગયું છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક માહિતી મુજબ ગેરેજમાં કામ કરતા ચરણ સિંગ પર તેની સાથે જ કામ કરતા અન્ય એક કારીગરે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે ચરણ સિંગને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે, હુમલા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
હુમલાની ઘટના બાદ ગંભીર રીતે ઘવાયેલા ચરણ સિંગને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમની હાલત વધુ ગંભીર બનતા અંતે તેમનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને સંબંધીઓમાં પણ શોકનો માહોલ છવાયો છે.
હત્યાની ઘટનાની જાણ થતાં જ બોટાદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. સાથે જ હત્યાની સમગ્ર ઘટનાને લઈને આસપાસના લોકો અને ઘટનાની જાણકારી ધરાવતા લોકો પાસેથી પણ માહિતી મેળવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ચરણ સિંગની હત્યા કયા કારણોસર કરવામાં આવી તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા હત્યાનું કારણ, હુમલાની પરિસ્થિતિ અને આરોપી સાથે મૃતકના સંબંધ સહિતના વિવિધ મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.
હત્યાની ઘટના બાદ પોલીસે આરોપી શખ્સને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે. પોલીસની તપાસમાં હત્યા પાછળનું ચોક્કસ કારણ અને ઘટનાની સંપૂર્ણ હકીકત સામે આવવાની શક્યતા છે. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(12:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
